________________
ર. આચાર્ય મહારાજશ્રી વિજયનીતિસૂરિના પ્રશિષ્ય અને આ. શ્રી વિજયહર્ષસૂરિના શિષ્ય આચાર્ય શ્રી વિજયમહેંદ્રસૂરિજીને આ પુસ્તકની અતિશય અગત્યતા જણાઈ. આ. શ્રી વિજય મહેંદ્રસૂરિજીએ અત્યારસુધીમાં આવા ઉપદેશક ને ઉપયોગી આઠ દશ ગ્રંથ પ્રકાશમાં આપ્યા છે, જે તેમની સારી સાહિત્યરુચિ દર્શાવે છે. આવા લેકભોગ્ય અને ઉપદેશક ગ્રંથને વિશાળ પ્રમાણમાં પ્રચાર થાય તેવા હેતુથી, યુદ્ધને અંગે કાગળો તથા છપાઈની અતિશય મેંઘવારી છતાં આ પુસ્તકની પુનરાવૃત્તિ કરવા માટે ઉપદેશ કર્યો અને તેમના શિષ્ય મુનિરાજ શ્રી કલહંસવિજયજીએ આ બાબતમાં પુષ્ટિ આપી. પરિણામે સં. ૨૦૦૦ ના પાડીવખાતેના ચાતુર્માસમાં શેઠ મૂળચંદ જોરાજી તથા શેઠ રીખવદાસ મૂળચંદ તરફથી પંચમાંગ શ્રી ભગવતીસૂત્રની વાંચના થઈ તે સમયે થયેલ જ્ઞાનખાતાની ઉપજમાંથી પાડીવ પોરવાલ પંચે રૂા. ૮૫૦) આપેલ છે. રૂા. ૨૦૦) જાવાલ સંધના જ્ઞાનખાતામાંથી પુનમચંદજી મિતીજી શેઠ મારફત મદદને મળ્યા છે જ્યારે શા છગમલ હંસા શિવાં જનિવાસીએ રૂા. સાડીબાસઠ સહાયના આપ્યા છે. આ માટે તે સર્વ ગૃહો ધન્યવાદને પાત્ર છે.
આ. શ્રી વિજય મહેન્દ્રસૂરિજી જ્ઞાન–પ્રચારના આવા કાયોમાં સતત પરિશ્રમ સેવી રહ્યા છે. તેમની સાહિત્ય-રુચિ અને સાહિત્યપ્રચાર પ્રશંસનીય છે. નિરભિમાન વૃત્તિઓ અને આઈબર રહિતપણે તેઓ આવા જ્ઞાન–દાનના અનેક કાર્યો કરવા શક્તિમાન નીવડે તેવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના.
સું. ૨૦૦૨ મૌન એકાદશી
)
બાલુભાઈ રૂગનાથ શાહ
જમાદારની શેરી ભાવનગર