________________
૩
- “કાદુરd fણ તે નિશsag-રો-વિરાછાનામા
आसन्नां मुक्तिरमा वदति चरित्रातिनैर्मल्यात् " ॥ ३८१
અર્થાત આપણું આ ઉલ્લેખના સૂત્રધાર શ્રી ગુણરત્નસૂરિને એવો નિયમ હતો કે “કદી પણ ગર્વ ન કરે, રેષ ન કરો અને વિકથામાં ન પડવું. આ નિયમ જ એમની આસન્નમુક્તિની પ્રતીતિ કરાવે છે.” જો કે જૈન સાધુઓના બીજા બીજા આચારો વિશેષ કિલષ્ટ છે તો પણ તે માત્ર દેહકલેશરૂપ હોવાથી પાળવા સુગમ પડે છે. શ્રીગુણરત્નસૂરિને આ નિયમ તે એ દેહકલેશરૂપ લેચાદિ કષ્ટો કરતાં પણ વિશેષ કઠણ છે અને પાળ પણ મહાદુર્ઘટ છે, માટે જ એને અહીં અદભુત વાત તરીકે જણાવેલ છે. તેઓએ પોતાની વંશપરંપરા જિયારત્ન સમુચ્ચય'ની પ્રશસ્તિમાં સવિસ્તર આપેલી છે.
છેવટ શ્રીરત્નશેખરગણિએ, આ ગુણરત્ન સંબંધે કરેલ પ્રશંસાત્મક ઉલ્લેખ આપીએ છીએઃ
“ગુનારતૃતીયાશ્ય છે षड्दर्शनवृत्ति-क्रियारत्नसमुच्चय-विचारनिचयसृजः।
एषां श्रीसुगुरूणां प्रसादतोऽन्दे षडङ्कविश्वमिते - રોવાનrળત્તિનિકત તિ, ”
અર્થાત “દેવસુંદરસૂરિના ત્રીજા શિષ્ય નામે ગુણરત્નસૂરિ થયા, એમણે પદર્શનસમુચ્ચયની વૃત્તિ અને ક્રિયારત્નમુચ્ચય વગેરે અનેક ગ્રંથ સરજ્યા એ શ્રી સુગુરુની કૃપાથી રત્નશેખરગણિએ ૧૪૯૬માં આ (શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રની) વૃત્તિને રચેલી છે.”
પચીસ વર્ષ પૂર્વે આ “જૈન દર્શન” નામનું પુસ્તક મનસુખલાલ રવજીભાઈ મહેતા તરફથી બહાર પાડવામાં આવેલ. આપણા સમાજમાં પ્રખ્યાતિ પામેલા પંડિત બેચરદાસ જીવરાજે અતુલ પરિશ્રમ લઈ તે સમયે અનુવાદ કરેલ. દિવસે જતાં આ પુસ્તકની ખેંચ દેખાઈ