________________
આપણે વસ્તુ માત્રને આંખથી જોઈએ છીએ અને પછી તેને લેવી હોય તે હાથવડે લઈએ છીએ. હવે જે આત્મા, ઈદ્રિયરૂપ જ હોય તે આંખવડે જોયા પછી હાથને એ લેવાને હુકમ કોણ કરી શકે? આંખ તે માત્ર જોઈ શકે છે પણ તે લઈ શકતી નથી, તેમ હેરાવી શકતી નથી; માટે એ હાથ ઉપર લેવાને અને આંખ ઉપર જોવાને હુકમ કરનાર કોઈ પદાર્થ એથી જુદે હેવો જોઈએ અને જે એ પદાર્થ છે એ જ આત્મા છે. આ પ્રકારે બીજા પણ અનેક પ્રમાણે છે, જે વિશેષાવશ્યકની ટીકામાં નેધેલાં છે, તે બધાં એક અવાજે આત્માની સિદ્ધિ કરી રહ્યાં છે, માટે હવે આત્માની હયાતીમાં કઈ પ્રકારની જરા પણ શંકા રહી શકે એમ નથી, એમ સૌ વાદીઓએ સમજી લેવાનું છે–એ રીતે જૈનદર્શન, આત્માની સાબિતી કરી રહ્યું છે.'
ઇતિ જીવવાદ.
જે એનાથી (જીવથી વિપરીત છે તે અજીવ છે.
જૈન દર્શનમાં અજીવ તત્વની વ્યાખ્યા અને વિભાગ નીચે પ્રમાણે છે –ઉપર પ્રમાણે જીવના જે જે ધર્મો–સ્વભાવો કે ગુણો કહ્યા છે તેનાથી વિપરીત સ્વભાવવાળા ભાવને અજીવ કહેવામાં આવે છે અર્થાત જે ભાવમાં મૂળથી જ જાણપણું હેતું નથી, જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વગેરે ગુણો ભિન્નપણે અને અભિન્નપણે રહેલા હોય છે, જેને પુનજન્મ હેતે નથી, જે પાપ, પુણ્ય કે કઈ પ્રકારના કર્મને કરતે નથી અને તેના ફળને ભગવત પણ નથી એ જે ભાવ જડરૂપ છે તેનું નામ અજીવ છે. તે અજીવ પાંચ પ્રકારને છે –૧ ધર્મ (ધર્માસ્તિકાય),