________________
( ૧૨૮
--
ફરી વાર દર્શાવીએ છીએ–આત્મા, ઈદ્રિયથી તદ્દન જુદો પદાર્થ છે, કારણ કે જે વાત કે વસ્તુ જે ઈદ્રિયદારા જણાય છે અને પછી તે ઇદ્રિયને નાસા થવા છતાં જે એ જ વાત કે વસ્તુનું ભાન જેમાં દઢપણે પડયું રહે છે, જે વડે યાદ લાવી શકાય છે તે વસ્તુ છદિયથી તક્ત જુદી છે અને તે જ આત્મા છે. જે આત્મા ઈદ્રિયરૂપ હોય તે કોઈ પણ એક ઈદ્રિયને નાશ થયે તે વડે થએલા જ્ઞાનને પણ નાશ થ જોઈએ, પણ એમ થતું જણાતું નથી માટે આત્મા, ઈદ્રિયથી જુદો છે એ વાત તદ્ધ ચોક્કસ અને વિવાદ વિનાની છે. વળી, આત્મા ઈદ્રિયથી તદ્દન જુદો પદાર્થ છે, કારણ કે કેટલીએક વાર કઈ શક્તિની અસાવધાનતાને લીધે ઈદિની હયાતી હોવા છતાં પણ બરાબર જ્ઞાન થતું નથી. જે ઈદ્રિયે જ આત્મા હોય તે પછી ઈદ્રિયની હયાતીમાં કોઈ શક્તિ અસાવધાન હોય તે પણ જ્ઞાન તે થવું જ જોઈએ, પણ એમ તો નથી થતું અર્થાત આપણે જ કેટલીએક વાર અનુભવીએ છીએ કે આંખ ઉઘાડી હોય છતાં પાસે શું ચાલ્યું જાય છે તે કળાતું નથી, કાને ઉઘાડા હેય છતાં પાસેનું ગાણું સંભળાતું નથી–તેનું કોઈ કારણ હેય તે એ, તે શક્તિની અસાવધાનતા છે અને એ જે શક્તિ છે તે જ આત્મા છે. વળી બીજું પણ એ કે ઈકિવડે જણાતા પદાર્થોને અનુભવ ઈદ્રિય નથી કરતી, પણ એઓને અનુભવ બીજે જ કઈ કરે છે. કેને આમલી ખાતે જોઈને આપણું મોમાંથી પાણી છૂટે છે, કઈ સ્ત્રીને જોઈને આપણુમાં વિકાર થાય છે. જે ઈદ્રિવડે જણાતા પદાર્થોને અનુભવ પણ એ જ (ઇકિયે જ) કરતી હોય તે એમ ન થવું જોઈએ. જુએ આંખ અને મોઢામાંથી પાણી છૂટે, જુએ આંખ અને વિકાર આખા શરીરમાં થાય, એ કેમ બની શકે? માટે એ વાત નક્કી થઈ શકે છે કે, ઈથિી જુદો બીજો કોઈ અનુભવ કરનારે હેવો જોઈએ અને જે એ અનુભવ કરનારે છે તે જ આત્મા છે. એ વિષે બીજું પણ આ એક અનુમાન છે –