________________
– ૧૧૯) છે. કદાચ એમ કહેવામાં આવે કે, મૂચ્છ પામેલા મનુષ્યમાં જીવનું મુખ્ય નિશાન શ્વાસ લેવાનું છે તે તે સ્પષ્ટપણે જણાય છે અને પૃથિવી વિગેરેમાં એમનું કાંઈ પણ જણાતું નથી તેથી એની સજીવતા શી રીતે માની શકાય? એને ઉત્તર આ પ્રમાણે છે–પૃથિવીમાં એક એવી જાતની શક્તિ રહેલી છે કે જે પિતાની જ જેવા બીજો અંકુરે ઉગાડી શકે છે–જેમ મીઠું, પરવાળાં અને પાષાણ વિગેરે. ગુદાના કિનારા ઉપર રહેલા અર્શી જેમ માંસના અંકુરને ઉત્પન્ન કરે છે, એ એની સજીવપણની નિશાની છે તેમ એ પૃથ્વી વિગેરે પણ પિતાની જ જેવા બીજા અંકને ઊગાડવાની શક્તિ ધરાવતા હોવાથી જીવવાળા છે એમ શા માટે ન મનાય ? જેમાં ચૈતન્યનાં નિશાને છૂપાં રહેલાં છે અને ચૈતન્યનું એકાદ નિશાન (વ્યક્ત) સંભવે છે તેવી વનસ્પતિઓની પેઠે પૃથિવી વિગેરેને ચેતનવાળાં શા માટે ન માનવાં? વનસ્પતિ ઋતુનાં ધોરણે ફળનારી હોવાથી એમાં સ્પષ્ટપણે ચેતન્ય છે એમ જાણી શકાય છે તે જ પ્રમાણે પૃથિવીમાં પણ ચૈતન્યનું નિશાન જણાતું હોવાથી એને જીવવાળી શા માટે ન માનવી ? પૃથિવીમાં અવ્યક્ત–ઉપગ, જે ચૈતન્યની એક નિશાની છે તે રહેલી છે તેથી એને જીવવાળી માનવી એ યુક્તિયુક્ત છે. કદાચ એમ કહેવામાં આવે છે, પરવાળાં અને પાણી વિગેરે તે કઠણ છે માટે એને જીવવાળા શી રીતે માની શકાય? એને ઉત્તર આ પ્રમાણે છેઃ—જેમ શરીરમાં રહેલું હાડકું કઠણ છે તે પણ જીવવાળું છે એ જ રીતે એ કઠણ અને ચૈતન્યવાળી પૃથિવીને પણ જીવવાળી માનવાની છે. અથવા જેમ પશુ-શરીરમાં રહેલાં શિંગડાં અને સાસ્ના વિગેરે જીવવાળાં છે તેમ એ પૃથિવી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ બધાં જીવશરીર છે; કારણ કે એ બન્ને એક સરખી રીતે છેદાય છે, ભેદાય છે, ફેકાય છે, ભગવાય છે, સુંધાય છે, ચખાય છે અને સ્પર્શાય છે અર્થાત્ એ રીતે એ પૃથિવી વિગેરે પણ જીવવાનાં છે. સંસારમાં જે કાંઈ પુકલ–દ્રવ્ય છે તે બધાં કેઈ ને કોઈ જીવનાં શરીર છે; માટે પૃથિવીને પણ