________________
( ૧૧૮)
–
આપણી પેઠે પદાર્થ માત્રને જાણકાર થે જોઈએ, કારણ કે સમવાય બધે ઠેકાણે રહેનારો નિત્ય અને એક હેવાથી ઘડામાં પણ એની હયાતિ હેવી વ્યાજબી છે. જો કે આ વિષે અહીં ઘણું કહેવાનું છે, તે પણ ગ્રંથગૌરવ થાય, તે હેતુથી લખતા નથી. તાત્પર્ય એ કે–આત્મામાં જાણકારી શક્તિને માનનારા એ આત્માને સ્વભાવે કરીને ચૈતન્યરૂપ જ માનવ જોઈએ—અને જડરૂપ તે ન જ માન જોઈએ. આ પ્રકારે આત્માને લગતા આટલા વિશાળ લખાણુથી આત્માની સાબિતી એક વજલેખ જેવી અકાય થઈ ચૂકી છે માટે હવે કોઈની તાકાત નથી કે–ન્યાયપૂર્વક આત્માને ઈન્કાર કરી શકે.
આ કર્મવાળો આત્મા પાંચ પ્રકારને છે–એકેંદ્રિય-એક માત્ર સ્પર્શ ઈદ્રિયવાળો, બેઈદ્રિય–બે-સ્પર્શ અને જીભ-ઈદ્રિયવાળ, ત્રણ ઈદ્રિયત્રણસ્પર્શ, જીભ અને નાક-ઈદ્રિયવાળે, ચાર ઈદ્રિય-ચાર–સ્પર્શ, જીભ, નાક અને આંખ-ઈદ્રિયવાળો અને પંચૅકિય–પાંચ-સ્પર્શ, જીભ, નાક, આંખ અને કાન–ઈદ્રિયવાળો. આ પાંચ પ્રકારમાંનાં છેલ્લા ચાર પ્રકારો તો સમજી શકાય એવા છે, કારણ કે એ છેલ્લા ચારે જીવોમાં, જીવ હોવાનાં નિશાને સ્પષ્ટપણે જોઈ શકાય છે. પણ પાંચમે એટલે સૌથી પહેલે પ્રકાર એકેંદ્રિય જીવને લગતે છે તે બરાબર સમજી શકાતો નથી. પૃથિવી, પાણી, અગ્નિ, પવન અને વનસ્પતિ-એ પાંચે એક ઈદ્રિયવાળા જેવો છે, પરંતુ એમાં જીવ હેવાનાં કઈ પ્રકારનાં સ્પષ્ટ નિશાને જાણી શકાતા નથી માટે એ બધાને એક-ઈદ્રિયવાળા જીવ શી રીતે માનવા? એ પ્રશ્નને જવાબ આ પ્રમાણે છે –જો કે, એ પૃથિવી વિગેરેમાં જીવ હેવાનાં સ્પષ્ટ નિશાને નથી મળી શકતાં, પણ એ બધા એક-ઈદ્રિય પ્રાણિઓમાં એ નિશાને અસ્પષ્ટપણે તે માલૂમ પડે છે. જેમ મૂચ્છ પામેલા મનુષ્યમાં
વ હોવાનું નિશાન સ્પષ્ટ નથી જણાતું, છતાં એમાં જીવની હયાતી માનવામાં આવે છે તેમ એ એકેંદ્રિયવાળા છવામાં પણ સમજી લેવાનું