________________
( ૧૨૦) — જીવ-શરીર કહેવામાં કોઈ પ્રકારને બાધ નથી. વળી પૃથ્વીમાં રહેલું છેદાવાપણું વિગેરે ધર્મો નજરે જણાતા હોવાથી ઓળવી શકાય એવા પણ નથી, માટે એ જ ધર્મોવડે એની સચેતનતા સાબિત થઈ શકે છે. જે પૃથ્વીને કઈ જાતને આઘાત લાગ્યો નથી તે જીવવાળા છે અને જે પૃથ્વીને શસ્ત્ર વિગેરેને આઘાત લાગે છે તે જીવ વિનાની છે. જેમ આપણા હાથ પગ વિગેરેને સંધાત સચેતન છે તેમ શઆવડે નહિ જણાએલી સંઘાતરૂપ પૃથ્વી વિગેરે પણ સચેતન છે અને જેમ શસ્ત્રવડે હણુએલા–શરીરથી જુદા પડી ગએલા–આપણા હાથ, પગ અચેતન છે તેમ શસ્ત્રથી હણાએલી પૃથ્વી વિગેરે પણ અચેતન છે અર્થાત ક્યારેક કોઈ પૃથ્વી સચેતન હોય છે અને કયારેક કોઈ પૃથ્વી અચેતન હોય છે. એ પ્રકારે શસ્ત્રથી ન હણાએલી પૃથ્વીને તથા પાણી વગેરેને સચેતન સાબિત કરવાની યુક્તિ છે.
હવે કદાચ એમ કહેવામાં આવે કે –
જેમ મૂત્ર, સચેતન નથી તેમ પાણી પણ સચેતન નથી તો એ કથન ખોટું છે. ખરી રીતે તે જેમ કલલ–અવસ્થામાં તાજા ઉત્પન્ન થએલા હાથીનું શરીર પ્રવાહી છે અને ચેતનવાળું છે તેમ પાણી પણ ચેતનવાળું છે અથવા જેમ ઈડામાં એનું પક્ષિનું જલમય શરીર, જેને કોઈ ચાંચ વિગેરે ભાગ પ્રકટ નથી થયો એવું એ ચેતનાવાળું હોય છે તેમ પાણીને પણ ચેતનાવાળું સમજવાનું છે. એ જ હકીકતને વિશેષ કે આપનારાં અનુમાને આ પ્રમાણે છે
૧. જેમ હસ્તિના શરીરનું મૂળ કારણ એ પ્રવાહી કલિ સચેતન છે તેમ શસ્ત્રથી આઘાતને નહિ પામેલું એવું પાણી પણ સચેતન છે. મૂત્ર તે શસ્ત્રથી આઘાત પામેલું હેવાથી સચેતન હેઈ શકતું નથી.
૨. જેમ ઈડામાં રહેલું પ્રવાહી રસ સચેતન છે તેમ પ્રવાહી પાણી પણ સચેતન છે.