________________
વગર શીખે જ ધાવવાની ક્રિયા કરે છે તે, એના પૂર્વના અભ્યાસનું જ પરિણામ છે, એવી કલ્પના જરા પણ અયુક્ત નથી. અને એ કલ્પનાવડે જ આત્માનું પરલકે જવાપણું સાબિત થઈ શકે છે. આ રીતે આત્માની સાબિતી તદ્દન નિર્દોષપણે અને સરલતાથી થઈ શકે છે. '
જે લે (વાદીઓ) આત્માને તદ્દન ટસ્થ, નિયા એટલે જેમાં જરા પણ ફેરફાર ન થઈ શકે એવો નિત્ય માને છે, તેઓને મત પણ બરાબર નથી; કારણ કે જે તેઓને મત બરાબર હોય તે કદી પણ આમામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થ દ એજ્યારે આત્મા અમુક જાતના જ્ઞાન વિનાને હાઈ પછી અમુક જાતના જ્ઞાનવાળો થાય છે ત્યારે પહેલે એ અજ્ઞાતા હતો અને પછી જ્ઞાતા બને છે – જે એના (આત્માના) સ્વભાવમાં કોઈ પણ પ્રકારને જરા પણ ફેરફાર ન થતો હોય તે એ, અજ્ઞાતાને જ્ઞાતા શી રીતે થાય ? માટે આત્માને કોઈ પણ પ્રકારના ફેરફાર વિનાને એવો નિત્ય માન, એ મત બરાબર નથી.
, ,
, સાંખ્ય મતવાળા આત્માને “કરનાર” તરીકે નથી માનતા, તેઓને તે મત પણ છેટે છે; કારણ કે, પિતાના કર્મફળને ભોગવનાર હોવાથી આત્મા “કરનાર' તરીકે પણ હેવો જોઈએ. જેમ, એક ખેડૂત ખેતરમાં થતા પાકને ભોગવનાર છે માટે ખેતીને કરનાર પણ એ જ છે તેમ આત્મા પણ કર્મનાં ફળને ભોગવતે હોવાથી એને કરનાર પણ એ જ હોવું જોઈએ. વળી સાંખ્ય મતવાળા જેને “પુષ” કહે છે, તે સર્વથા ક્રિયાહીન હોવાથી–અકર્તા હોવાથી આકાશકુસુમની પડે કોઈ વસ્તુરૂપ નથી. વળી અમે (જૈને) સાંખ્યોને પૂછીએ છીએ કે, તમે આત્માને “ભોગવનાર” તરીકે માને છે કે નહિ? જો તમે એને ભેગવનાર' તરીકે માનતા હે તે પછી “કરનાર” તરીકે માનવામાં શો વાંધો છે? અને જો એને “ભગવનાર તરીકે ન માનતા હો તો પછી