________________
-( ૧૧૫ )
ની સાબિતી માટે આ પ્રકારનું એક બીજું અનુમાન પ્રમાણ છેઃ— ઇંદ્રિયવડે જોવાએલા દરેક પદાર્થોનું જ્ઞાન-સ્મરણુ ઇંદ્રિયાની હયાતી ન હોય તે પણ રહ્યા કરે છે, માટે એમ સાબિત થઇ શકે છે કે, એ જ્ઞાનને ધરાવનારા કાઇ પદાર્થ ઈંદ્રિયાથી જુદો જ હાવા જોઇએ અને જે એ જુદા પદાર્થ છે એ જ આત્મા છે. જેમ ગાખલા વાટે જોવાતા પદાર્થોનું સ્મરણુ, જોનાર એવા દેવદત્તને રહે છે તેમ ઇંદ્રિયાવડે જોવાતા પદાર્થોનું સ્મરણ જોનાર એવા આત્માને રહે છે. ગાખલાથી દેવદત્ત તદ્દન જુદા જણાય છે તેમ આત્મા પણ ઈંદ્રિયાથી જુદા સ્વભાવવાળા છે
–એ પ્રકારે આત્માની સાબિતી અનુમાનથી તે ઘણી સારી રીતે થઇ શકે છે—આત્માની સાબિતી અનુમાનથી પૂરેપૂરી રીતે થતી હાવાથી આગમ—શાસ્ર—પ્રમાણુ, ઉપમાન–પ્રમાણ અને અર્થાત્પત્તિ-પ્રમાણથી પુણ તેની સાબિતી થઇ શકે છે; કારણ કે, એ બધાં પ્રમાણા અનુમાનના પેટામાં આવી જાય છે. વળી, તમે જે કહ્યું છે કે, જે પદાર્થ પાંચ પ્રમાણાથી ન જાણી શકાય તેની હયાતી હાઇ શકતી નથી એ પશુ સરાસર ખાટું છે; કારણ કે પિશાચેાની હયાતી અને હિમાલયના પાણાના માપની હયાતી—એ બન્ને કાઈ પશુ પ્રમાણુથી જાણી શકાતી નથી; છતાં એ બન્નેની હયાતી તે માનવી પડે છે. વળી, આ આત્મા પાંચ પ્રમાણેામાંના કાઈ પણુ પ્રમાણુથી નથી જણાતા એમ પણુ નથી; કારણ પ્રત્યક્ષ અને અનુમાન—એ બન્ને પ્રમાણેાથી આત્માનું ભાન થઇ શકે એવું છે, એ વિષે આગળ ઉપર સવિસ્તર લખાઈ ચૂકયુ છે. આ આત્મા પરલોકે જનારા પણુ છે એટલે એને કમના વશપણાને લીધે જન્માંતરો પણ કરવાં પડે છે, તેની સૌ સમજી શકે એવી સાદી સાબિતી આ પ્રમાણે છેઃતાજા જન્મેલા બાળકને કાઇની પ્રેરણા કે શિક્ષણ વિના ધાવવાનું જે મન થાય છે તે એના પૂર્વાભ્યાસનુ પરિણામ છે. કાઇ પણ પ્રાણિને અભ્યાસ વિના ક્રિયા કરતાં આવડતું નથી—એ હકીકત સૌ કાઈ સમજે તેવી છે; માટે આ તાજી બાળક જે અહીં