________________
( ૧૧૪––
વાય પણ દેવદત્ત અને ધર વચ્ચે જે સાક્ષાત સંબધ છે તેને જ પ્રતિબંધ કરે છે–બાકી તે દેવદત્ત પણ છે અને ઘર પણ છે-એ નિષેધ વાક્ય દ્વારા એ બેમાંના એક પણ ભાવને નિષેધ થઈ શકતું નથી. એ જ પ્રકારે “બીજે ચંદ્ર નથી” “ઘડા જેવડા મેતી નથી” અને આત્મા નથી” ઈત્યાદિ નિષેધ કરનારાં વાકના ભાવને સમજી લેવાને છે અર્થાત એ વાક્ય ચંદ્ર, મોતી કે આત્માનો નિષેધ કરતાં નથી, પરંતુ ચંદ્રની અનેકતા, મોતીનું ઘડા જેવડું પ્રમાણુ અને અમુક શરીર સાથે આત્માને સંયોગ એ પ્રકારની વિશેષતાને જ નિષેધ કરે છે–બાકી તે ખેતી પણ છે અને ઘડા જેવડું માપ પણ છે, કિંતુ એ બે વચ્ચે કઈ પ્રકારને સંબંધ નથી—એ જ અભિપ્રાયને લઈને ઉપર જણાવેલું આ વાક્ય “ઘટા જેવડું મેતી નથી” જાએલું છે. એ જ રીતે
આત્મા નથી” એ વાક્યને પણ ભાવ એવો છે કે અમુક શરીર સાથે આત્માને સંબંધ નથી. આગળ ઉપર એવું ચોક્કસ જણાવી ચૂક્યા છીએ કે-જે વસ્તુ તદ્દન અસત હોય તેને નિષેધ હોઈ શકે નહિ-નિષેધ તે એને જ હોઈ શકે, કે જે કયાંયને કયાંય હયાતી ધરાવતી વસ્તુ હોય, માટે “આત્મા નથી” એ નિષેધ પોતે જ આત્માની હયાતીને સાબિત કરે છે, પછી તે ગમે ત્યાં હોય. કિંતુ એ વાકય વડે આત્માની વિદ્યમાનતામાં જરા પણ સંશય આવે એવું નથી અર્થાત “કઈ પણું ઠેકાણે જે વસ્તુની વિદ્યમાનતા હોય તેને જ નિષેધ થઈ શકે છે.” એ દલીલદ્વારા તમારું (નાસ્તિકનું) “આત્મા નથી” એવું નિષેધ કરનારું વાક્ય પણ આત્માનું સ્પષ્ટપણે વિધાન કરી રહ્યું છે માટે હવે કઈ રીતે છતા આત્માને ઓળવવામાં સાર જણાતું નથી. અને આત્મા નથી” એ વાક્યને જે આ (“અમુક શરીરમાં આત્મા નથી) ખરો અર્થ છે કે તે સૌ કોઈને સંમત છે; કારણ કે, “મૃત શરીરમાં આત્મા હેતે નથી” એવું સૌ કોઈ એક સરખી રીતે સ્વીકારે છે. એથી હવે તે કોઈ પણ પ્રકારે આત્માને નિષેધ થઈ શકે તેમ નથી. તથા આત્મા