________________
(૧૧૩)
૯. ઉપર જણાવેલા આઠમા અનુમાન વડે પિતાના શારીરમાં જીવની વિદ્યમાનતાને ચોક્કસ કરી “જેમ આપણું શરીરમાં જીવ છે તેમ બીજાનાં શરીરમાં પણ છવ હેવો જોઈએ, કારણ કે, શરીર માત્ર સરખાં છે” એ જાતના સામાન્ય અનુમાન વડે પણ છવંત શરીર માત્રમાં જીવની વિદ્યમાનતા જણાઈ આવે છે. જીવની આ એક ખાસ નિશાની છે કે, એ, ઇષ્ટ વસ્તુઓ તરફ ખેંચાય છે અને અનિષ્ટ વસ્તુઓને અડકતો પણ નથી. આ નિશાની છવંત શરીરમાત્રમાં પ્રત્યક્ષપણે જણાઈ આવે છે, માટે એ જાતનાં બધાં શરીરમાં જીવની સાબિતી થતાં જરા પણ વાર લાગે તેમ નથી અને કશે વાંધે પણ આવે તેમ નથી.
૧૦. કઈ પણ ઠેકાણે જે વસ્તુની વિદ્યમાનતા હોય છે તેને જ નિષેધ થઈ શકે છે. કયાંય પણ જે ચીજની હયાતી હતી નથી તેને વળી નિષેધ છે? તમે (નારિત) આ સ્થળે જીવને નિષેધ કરે છે તે એ જ નિષેધ એની (જીવની) વિદ્યમાનતાને સાબિત કરવાને પૂરતું છે. જેમ તદ્દન અસદ્રપ છઠ્ઠા ભૂતનો નિષેધ કરવાની જરૂર હોતી નથી તેમ જે જીવ તદ્દન અસદુ૫ હેત તે એને પણ નિષેધવાની જરૂર રહે નહિ અર્થાત તમારી (નાસ્તિકાની) તરફથી કરવામાં આવતો જીવને નિષેધ જ જીવની હયાતીને સાબિત કરી શકે છે. કોઈ પણ પ્રામાણિક કદી એ કેઈ અસત્ વસ્તુનો નિષેધ કરે નહિ. જે નિષેધ થાય છે એ તે માત્ર વસ્તુના એક બીજા સાથેના સંબંધને છે, પરંતુ વસ્તુને નથી. જેમ કોઈ કહે કે, ખર–વિષાણ નથી અથવા દેવદત્ત ઘરે નથી. તે એને અર્થ એટલે જ છે કે ખર અને વિષાણું( શિંગડું)ને પરસ્પર સંબંધ નથી; બાકી તે ખર( ગધેડે) પણ છે અને વિષાણ (શિંગડું) પણ છે. “ખર–વિષાણુ નથી” એ જાતને નિષેધ ફક્ત ખર અને વિષાણુના સંબંધને જ (નિષેધ કરે છે, એમ જ “દેવદત્ત ઘરે નથી' એ