________________
(૧૧૨ ——નંત અણુઓથી વિંટાએલ હેય છે માટે તે, અપેક્ષાએ તે આકારવાળે
અને મૂર્તિમાન પણ હોય છે એથી ઉપર જણાવેલું એક પણ અનુમાન વિરુદ્ધ નથી, કિંતુ તે બધાં ય પ્રામાણિક અને યુક્તિયુક્ત છે અર્થાત એ અનુમાન વડે કદાચ સંસારમાં ફરનારે આત્મા આકારવાળો કે રૂપવાળો સાબિત થાય તે પણ એમાં કશો વાંધો હોય, એમ અમે (આસ્તિકે) નથી માનતા.
૬. જેમ રૂપ વિગેરે ગુણ કોઈ આધાર વિના રહી શકતા નથી તેમ રૂપજ્ઞાન, રસજ્ઞાન અને શબ્દજ્ઞાન વિગેરે ગુણો પણ કોઈ આધાર સિવાય રહી શકે નહિ અને જે ગુણોને આધાર છે એ જ આત્મા છે.
છે. જેમ ઘડે તેના–મૂળ-ઉપાદન કાર-માટી સિવાય થઈ શકતો નથી તેમ જ્ઞાન અને સુખ વિગેરે પણ એના મૂળ કારણ સિવાય થઈ શકે નહિ–અને જે એનું મૂળ કારણ છે એ જ આત્મા છે. જે કદાચ નાસ્તિકે જ્ઞાન અને સુખના મૂળ કારણ તરીકે શરીરને માનવાની વાત કરે, તો તે ખોટી જ છે; કારણ કે એ વાતનું ખંડન આગળ ઉપર ઘણું કરવામાં આવ્યું છે.
૮. જે જે શબ્દવ્યુત્પત્તિવાળે અને એકલે (એકલે એટલે બે . શબ્દોનો એક થએલે નહિ અર્થાત સમાસવાળે નહિ) હેય છે તેવા શબ્દને નિષેધ પિતાથી (નિષેધથી) વિદ્ધ અર્થને સાબિત કરે છે, અર્થાત જેમ “અધટ” કહેવાથી ઘટની પણ સિદ્ધિ થઈ જાય છે તેમ અછવ” કહેવાથી “જીવની પણ સાબિતી થઈ શકે છે, કારણ કે,
જીવ” શબ્દ વ્યુત્પત્તિવાળે છે અને એકલે પણ છે. વળી, અખરવિષાણુ” શબ્દમાં મળેલ “ખરવિષાણુ” શબ્દ વ્યુત્પત્તિવાળે તેવા છતાં એકલે નથી અને “અહિત્ય” શબ્દમાં મળેલ “થિ” શબ્દએકલે હોવા છતાં પણ વ્યુત્પત્તિવાળો નથી માટે આ આઠમું અનુમાન એ જાતના વ્યુત્પત્તિ વિનાના અને સમાસથી બનેલા શબ્દોને લાગુ પતું નથી. એ પ્રકારે આ અનુમાન પણ છવની સિદ્ધિમાં સહાયતા કરે છે.