________________
( ૧૦૮ )
એમનું કથન બરાબર નથી; કારણ કે, ભૂતાથી જુદું ખીજું સંસારમાં છે એમ નાસ્તિકા માનતા જ નથી—તે છતાં જો તેઓ કાઇ બીજી થીજ, જે ભૂતાથી જુદી રહે છે. તેને કારણુરૂપે માને તે તેના જ મુખથી આત્માની સાબિતી થઈ શકે છે, કારણ કે જે કાંઇ ભૂતાથી જુદી ચીજ છે એનુ જ નામ આત્મા છે, માટે ‘ બીજું કાંઇ કારણ છે ’ એમ કહેવુ પણ દૂષણવાળુ જણાય છે. હવે જો એમ કહેવામાં આવે કે ભૂત જે શરીરના આકાર ધારણ કરે છે, તેનું કાંઇ કારણ જ નથી, તે એ કથન પણ ગેરવ્યાજબી છે; કારણ કે કારણ સિવાય કાંઇ બની શકતુ નથી; બીજું, જે ક્રિયા કાંઇ કારણ વિના જ થતી હાય ! તે કાંતે રાજ થયા જ કરવી જોઇએ અથવા તદ્દન ન જ થવી જોઇએ. આ દલીલોથી એમ જણાઇ આવે છે કે નાસ્તિકાએ માતેલા ‘ ભૂતા શરીરના આકારને ધારણ કરે છે અને એમાંથી જ ચૈતન્ય પેદા થાય છે' એ જાતના સિદ્ધાંત કદી પણ સાચે! ઠરી શકતા નથી, તે પછી પ્રાણવાયુ અને અપાનવાયુની વાત જ કરવાની કયાં રહી ? માટે ચૈતન્ય, એ ભૂતને ગુણુ નથી, તેમ એ, ભૂતોથી ઉત્પન્ન થતું નથી, કિ ંતુ એ તે આત્માને ગુણ છે અને આત્મામાં જ રહે છે, એ જાતની માન્યતા પ્રમાણવાળી અને દૂષણુ વિનાની છે. વળી, આ એક સાધારણ નિયમ છે કે જેના ગુણનું પ્રત્યક્ષ જ્ઞાન થતુ હોય તે ગુણવાળા પોતે પણ પ્રત્યક્ષ જોડાય છે. સ્મરણ કરવું', જાણવાની ઈચ્છા રાખવી, ક્રિયા કરવાની ઈચ્છા રાખવી, જવાની ઇચ્છા રાખવી અને સદંડ થવે—એ વિગેરે આત્માના ગુણાને સૌ ક્રાઇ પ્રત્યક્ષપણે અનુભવી શકે છે, કારણ કે એ ગુણ્ણાના અનુભવ સૌ કાઇને થતા હેાવાથી એના પ્રત્યક્ષપણામાં કાઇના પણ એ મત હેાઈ શકે નહિ. હવે જ્યારે એ બધા આત્માના ગુણાનું સૌ કાઇને પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તે પછી એ ગુણાને આધાર એવા આત્મા કાને પ્રત્યક્ષપણે નહિ જણાતા હાય? માટે ‘ આત્માનું જ્ઞાન પ્રત્યક્ષપણે થઇ શકે છે’~ આત્મા પ્રત્યક્ષ