________________
—- ૧૦૯ )
પ્રમાણુથી જ સાબિત થઈ શકે છે” ઈત્યાદિ હકીકતમાં કોઈ પ્રકારનું દૂષણ હેાય એમ કળી શકાતું નથી. હવે કદાચ નારિત તરફથી એમ કહેવામાં આવે કે જેના ગુણનું પ્રત્યક્ષ જ્ઞાન થતું હોય તે ગુણવાળે પિતે પણ પ્રત્યક્ષ જ હોય છે” એ જાતને નિયમ બધે ઠેકાણે લાગુ પડી શકે તેવું ન હોવાથી સાચે શી રીતે મનાય છે કારણ કે શબ્દ, એ આકાશને ગુણ છે, તે શબ્દનું પ્રત્યક્ષજ્ઞાન કાનાવડે થઈ શકે છે અને આકાશ તે કઈ પણ ઈદ્રિયદારા પ્રત્યક્ષ થઈ શકતું નથી માટે “ગુણપ્રત્યક્ષે ગુણી–પ્રત્યક્ષને નિયમને તદ્દન સાચે શી રીતે મનાય? પરંતુ નાસ્તિકાનું આ કથન જ ખોટું છે અર્થાત શબ્દ, એ આકાશને ગુણ જ નથી, એ તે પરમાણુમય હોવાથી એક જાતને જડ પુગળ છે આ વિષે અમે અવતત્વની ચર્ચા કરતી વખતે વિગતવાર લખવાના છીએ. વળી, કદાચ એમ કહેવામાં આવે કે આસ્તિકાએ જણાવેલ “ગુણે પ્રત્યક્ષે ગુણી–પ્રત્યક્ષને નિયમ કદાચ સાચો હોય તે પણ ભલે. અમે (નાસ્તિક) તે એમ કહીએ છીએ કે જેમ રૂપ વિગેરે ગુણ ઘડામાં દેખાતા હેવાથી એને (એ બધા ગુણનો) આધાર પણ શરીર છે, એમ માનવું જોઈએ –અને એ જ માન્યતા યુક્તિયુક્ત છે–વળી, એ જ જાતની માન્યતાને માનવાથી આસ્તિકાએ જણાવેલ “ગુણ-પ્રત્યક્ષે ગુણ–પ્રત્યક્ષને નિયમ પણ બરાબર સાચવી શકાય છે. જો કે નાસ્તિકાનું એ કથન સાંભળવામાં તે સુંદર દેખાય છે, કિંતુ વિચાર કરતાં માલમ પડે છે કે એમને એક અક્ષર પણ ખરે જણાતો નથી. સૌથી પહેલી વાત તો એ છે કે જ્ઞાન વિગેરે ગુણોની સાથે શરીરને કઈ પ્રકારને સંબંધ જ ઘટી શકે તેમ નથી–જુએ; શરીર તે રૂપી છે, આકારવાળું છે અને ઇથિી જાણી શકાય એવું છે ત્યારે જ્ઞાન વિગેરે ગુણે અરૂપી છે, આકાર વિનાના છે અને કઈ પણ ઇન્દ્રિયવડે જાણી શકાય એવા નથી જ્યાં જ્ઞાન વિગેરે ગુણે અને શરીર–એ બે વચ્ચે આટલે બધે વિરોધ હોય ત્યાં એ