________________
૦૭)
ઘડામાં કે લેખણુ વિગેરેમાં જે ચિત ન જણાતું હોય તે પણ એક અમારી (નાસ્તિકોની) હકીકત (શરીરના આકારને ધારણ કરનારા ભૂતેથી ચૈતન્ય પેદા થાય છે—એ હકીકત) બેટી પડતી નથી, પરંતુ ખરી રીતે વિચારતાં તે નાસ્તિનું એ બધું કથન તદ્દન ખોટું જણાય છે. પહેલું તે તેઓને એ પૂછવાનું છે કે, ભૂતે જે શરીરના આકારતે ધારણ કરે છે તેમાં કારણુરૂપે શું શું છે? શું એકલાં ભૂતે જ છે ? કે બીજું કાંઈ છે? વા કાંઈ કારણ જ નથી? જે એકલાં ભૂતને જ કારણુરૂપે માનવામાં આવે તે તે ચીજ માત્રમાં જ ચેતના શક્તિને પ્રાદુર્ભાવ થવો જોઈએ; કારણ કે–ચીજ માત્રમાં તે જ ભૂતો રહેલાં છે કે, જેને તમો (નાસ્તિકે) ચૈતન્યનાં અને શરીરના આકારનાં કારણભૂત માનો છો. વળી, કદાચ એમ કહેવામાં આવે કે—કાંઈ ભૂત માત્રથી જ શરીરનો આકાર થઈ જતો નથી, એમાં તે બીજા પણ કેટલાંક સહકારી કારણેની જરૂર છે, તે એ સહકારી કારણે બધે ન હોવાથી ચીજ માત્રમાં ચૈતન્ય ન જણાય અને જ્યાં એ સહકારી કારણો હોય ત્યાં જ ચૈતન્ય જણાય એ બનવાજોગ છે માટે તમે (આસ્તિકે) “બધે ય ચૈતન્યને પ્રાદુર્ભાવ થ જોઈએ” એ જાતનું દૂષણ શી રીતે આપી શકે ? એ વિષે પણ આ એક પ્રશ્ન પૂછવાને છે કે-એ જે સહકારી કારણો છે તે બધાં શાનાં બનેલાં છે ? એના ઉત્તરમાં તમારે (નાસ્તિકોએ સ્પષ્ટ કહેવું પડશે કે–એ સહકારી કારણે પણ ભૂતાનાં જ બનેલાં છે. કારણ કે તમે ભૂતે સિવાય બીજો કોઈ જુદો પદાર્થ માનતા જ નથી. તે પછી બધે ભૂત રહેલાં છે માટે સહકારી કારણે પણ બધે ય હેવા જોઈએ અને તેને જ લઇને ચીજ માત્રમાં ચૈતન્યને પ્રાદુર્ભાવ થવો જોઈએ, એ જાતનું અમારું કથન ખેટું થઈ શકતું નથી. જે કદાચ નારિતકો એમ કહે કે-ભૂતે જે શરીરને આકાર ધારણ કરે છે તેમાં કાંઈ એલાં ભૂતે જ કારણ નથી, પણું બીજું કાંઈ છે તે એ પણ