________________
(૧૦૬-— જોઈએ અને સમાધિમાં રહેલ જોગી, જે શ્વાસને તદ્દન લેતે કે મૂકતે નથી તેમાં તે ઠામુકું ચૈતન્ય ન રહેવું જોઈએ. પરંતુ એમાં તે એમ જણાતું નથી, ઊલટું અધિક શ્વાસ લેનારમાં ચૈતન્યને નાશ થતો જણાય છે અને તદ્દન શ્વાસને રેકી રાખનારમાં ચૈતન્યને વિકાશ થતો જણાય છે માટે પ્રાણવાયુ અને અપાનવાયુની સાથે પણ ચૈતન્યને કોઈ પ્રકારને સંબંધ હોય એમ જણાતું નથી તેથી નાસ્તિકથી એમ તે ન જ કહી શકાય કે–પ્રાણવાયુ અને અપાનવાયુની ખામીને લીધે મુડદામાં ચૈતન્ય જણાતું નથી. તેઓના સિદ્ધાંત મુજબ તે મુડદામાં પણ બધાં ભૂતનો સમુદાય રહેલ હોવાથી સ્પષ્ટપણે ચૈતન્યની પેદાશ થવી જોઈએ, કિંતુ એ રીતે કયાંય થતું જણાતું નથી માટે તેઓએ માનેલે સિદ્ધાંત જ ખેટે કરે છે. હવે, કદાચ એમ કહેવામાં આવે કે એ મૃત-શરીરમાં તે જ તત્વની ખામી છે એને લીધે તેમાં ચૈતન્યની હયાતી જણાતી નથી, તે એ કથન પણ બરાબર નથી. જે એ હકીક્ત બરાબર હેત તે મુડદાના શરીરમાં તેજ તત્વને સંચાર થયા પછી પણ ચૈતન્યની પેદાશે કેમ થતી નથી ? માટે “તેજ તત્ત્વના અભાવને લીધે મુડદાના શરીરમાં ચૈતન્ય જણાતું નથી ” એ હકીકત તદન ખોટી છે અને માનવા લાયક નથી. વળી, જે તેજ અને વાયુની ખામીને લીધે મુડદામાં તન્ય ન જણાતું હોય એમ માનવામાં આવે તે એ મુડદામાં થતા કીડાઓમાં જે ચેતના શક્તિ જણાય છે તે શી રીતે જણાય ? માટે “ભૂતમાંથી ચૈતન્ય બને છે એ હકીકત તે તદ્દન ખોટી છે. વળી જે ભૂતેમાંથી ચૈતન્ય બનતું હોય તે ચી માત્રમાં તે જણાવું જોઈએ અર્થાત જેવી ચેતનાશક્તિ માણસમાં જણાય છે તેવી જ ઘડામાં, લેખણમાં અને કાગળ વગેરેમાં પણ જણાવી જોઈએકારણ કે એ બધે ઠેકાણે ભૂત તે રહેલાં જ છે. કદાચ એમ જણાવવામાં આવે કે જે ભૂત શરીરના આકારને ધારણ કરે છે તેમાંથી જ ચૈતન્યની ઉત્પત્તિ થઈ શકે છે, તેથી