________________
- ૧૦૫) પાણી, તેજ અને વાયુ-એ ચારે ભૂતના સમુદાયથી જ ચૈતન્યની પેદાશ થાય છે અને મુડદાના શરીરમાં વાયુ નથી એટલે એમાં એક ભૂત ઓછું હેવાથી કદાચ ચિંતન્ય ન જણાતું હોય એથી કરીને અમોએ ઉપર જણવેલે–ચાર ભૂતના સમુદાયથી જ ચિતન્ય પેદા થાય છે” એ જાતને નિયમ જરા પણ ખોટો ઠરી શકતો નથી. નાસ્તિકની એ દલીલ પણ બરાબર નથી, કારણ કે મુડદાના શરીરમાં પિલાણ હેવાથી અને મુડદું ફુલી જતું હોવાથી તેમાં વાયુ નથી એમ કેણ કહી શકે? વળી, તેમાં (મુડદાના શરીરમાં) ચામડાની ધમણુવડે પણ વાયુ ભરી શકાય છે અને એ રીતે પણ તેમાં ઓછું રહેલું વાયુતત્ત્વ પૂરું કરી શકાય છે. હવે જે ફક્ત એક વાયુ ન હોવાથી મુડદામાં ચિતન્ય ન જણાતું હોય તે તે, એમાં વાયુ આવ્યેથી જણવું જોઈએ અને વાયુ આવ્યેથી મુડદાના શરીર પણ છવંત શરીરની પેઠે જ ક્રિયા કરવા મંડી જવી જોઈએ; કિંતુ આવી હકીકત હજુ સુધી કોઈએ જોઈ નથી, જાણી નથી તેમ સાંભળી પણ નથી એથી “મુડદાના શરીરમાં વાયુ નથી માટે જ એમાં ચૈતન્ય નથી.” એવું હળાહળ ખોટું શી રીતે કહી શકાય ? કદાચ એમ કહેવામાં આવે કે–માત્ર વાયુ ભરાયાથી જ મુડદાના શરીરમાં ચિતન્ય નથી જણાતું, તેનું તે બીજું પણ કારણ છે અને તે એ છે કે-જ્યાં સુધી મુડદાના શરીરમાં પ્રાણવાયુ અને અપાનવાયુનો સંચાર ન થાય ત્યાં સુધી તેમાં એકલે વાયુ ભરાયાથી ચિતન્ય ન આવી શકે અર્થાત મુડદાના શરીરમાં ચેતન્ય નથી જણાતું તેનું કારણ તેમાં પ્રાણવાયુ અને અપાનવાયુની ખામી જ છે. તે એ કહેવું પણ તદ્દન ખોટું છે, કારણ કે કઈ એવો નિયમ નથી કે જ્યાં જ્યાં પ્રાણવાયુ અને અપાનવાયુ હોય ત્યાં ત્યાં જ ચેતન્ય જણાય અને જ્યાં જ્યાં એ અને વાયુ ન હોય ત્યાં ત્યાં ચૈતન્ય પણ ન જણાય. જે એ નિયમ હેત તે મરણ પથારીએ પડેલે માણસ જ્યારે ઘણું શ્વાસ લે છે અને મૂકે છે તે વખતે તેનામાં ચિતન્યને વધારે જણ