________________
- ૧૦૩.)
શરીરને જ ઘટે એવે છે તેમ “હું જાણું છું” એ ખ્યાલ પણ શારીરને શા માટે ન ઘટે?” તે એ પ્રશ્ન પણ વ્યાજબી નથી, કારણ કે જેમ શેઠ પોતે પિતાના વહાલા અને કામગરા નોકરમાં પણ પિતાની શેઠાઈ કલ્પી શકે છે અર્થાત–એ નકર કરે એ જ મારે મંજૂર છેએવી બુદ્ધિ શેઠને થઈ શકે છે તેમ આ શરીર, આત્માનું વહાલું અને કામણગારું નેકર છે તેથી એ આત્મા કેટલીક વાર પિતાના આત્મપણાને એમાં આરોપી દે છે અને કેટલાક શરીરના ધર્મોને પણ પિતામાં લઈ લે છે અને એમ થવાથી જ “હું જાડું છું” “હું પાતળો છું” એવા કાલ્પનિક ખ્યાલે આત્મામાં ઊભા થયેલા છે, એથી કરીને એ ખ્યાલ શરીરમાં જ થાય છે એમ નથી. વળી, એ તે કાલ્પનિક હોવાથી એ વડે આત્માને નિષેધ થઈ શકે નહિ.
વળી, તમે જે એમ જણાવ્યું હતું કે “ચેતન્ય શરીરમાંથી જ બને છે “ ઇત્યાદિ. તે પણ તમારું કહેવું ખોટું છે; કારણ કે શરીરની સાથે ચૈતન્યને કોઈ પ્રકારને સંબંધ નથી. જે શરીરમાંથી જ ચૈતન્ય બનતું હોય તે જ્યાં જ્યાં શરીર હોય ત્યાં ત્યાં જરૂર એ પણ દેખાવું જોઈએ અને જ્યાં શરીર ન હોય ત્યાં ન દેખાવું જોઈએ. પરંતુ એવું તે ક્યાંય દેખાતું નથી. જુઓ તો માલૂમ પડશે કે જે લેકે મધ પીને મત્ત બનેલા છે, મૂચ્છ પામેલા છે અને ઊંધમાં પડેલા છે તેના શરીરમાં કાંઈ ખાસ જાતનું ચૈતન્ય જણાતું નથી. જે શરીર અને ચૈતન્યને જ કાર્યકારણ સંબંધ હોત તો એ શરીરમાં પણ શા માટે લખનારની જેવું ચૈતન્ય ન જણાઈ શકે? વળી, જે શરીર અને ચેતન્યને જ કાર્ય કારણ સંબંધ હેત તે જે શરીર નબળાં છે એમાં ચિતન્યને પ્રકર્ષ જણાય છે અને જે શરીર પુષ્ટ અને જાડાં છે એમાં ચૈતન્યને અપકઈ જાય છે તે પણ કેમ જણાય? માટે આવા અનેક ઉદાહરણેથી સાબિત થઈ શકે છે કે, શરીર અને મૈતન્ય વચ્ચે કોઈ પ્રકાર સંબંધ