________________
૧૧
ખૂબીઓ અને બુદ્ધિગમ્ય દલીલની સચેટતા સહેજે સમજાય છે. આ પ્રસંગે શ્રી ગુણરત્નસૂરિજીના જીવનની આછી રૂપરેખા દોરીએ તે તે આપણને અતીવ ઉપૂગી થઈ પડશે.
ટીકાકાર શ્રી ગુણરત્નસૂરિજી ટીકાના છેવટના ભાગમાં ટીકાકારશ્રીએ પિતાને કશે વિશેષ પરિચય આ લાગતો નથી, તે પણ તેમણે કરેલા બીજા બીજા ગ્રંથ જોતાં તેમને સમય, તેમના ગુરુ, તેમની વંશપરંપરા અને તેમનું ઉત્તમોત્તમ ચારિત્ર વગેરે જણાઈ આવે છે. પોતે કરેલા “ક્રિયારત્નસમુચ્ચય'ની પ્રશસ્તિમાં આપેલ આ લેક–
“મૂત-માજિ-અરવૃત્તિમજુરા
સૂઃ ગુનાહ્યતૃતીયઃ માત " દ્રવ એમના અનન્યસુલભ વિનયગુણને દર્શાવી રહ્યો છે. જે સમયે આ આચાર્ય વિહરમાણુ હતા, તે જ સમયે શ્રીમુનિસુંદરસૂરિ પણ વિદ્યમાન હતા. મુનિસુંદરસૂરિએ વિક્રમ સંવત ૧૪૬૬માં ગુર્નાવલી' નામની એક તપાગચ્છની પટ્ટાવલી લખેલી છે, જેમાં ભગવંત શ્રીમહાવીરથી પિતા સુધીની ગુસ્પરંપરા અને તેને લગતા ખાસ ખાસ પ્રસંગેની નોંધ લીધેલી છે. એ ગ્રંથમાં આ ગુણરત્નસૂરિને પણ ખાસ સંભારવામાં આવ્યા છે અને માત્ર એમના ગુણકીર્તન માટે જ ૧૩ શ્લેકે ૩૭૭ થી ૩૯૦) પણ ટાંકવામાં આવ્યા છે. શ્રી મુનિસુંદરસૂરિના શબ્દોમાં કહીએ તો “ગુણરત્નસૂરિના ગુરુનું નામ શ્રી દેવમુંદરસૂરિ હતું. દેવસુંદરસૂરિના શિષ્યોમાં એ સૌથી અગ્રણ ગણુતા હતા.” એમણે કરેલે “ક્રિયારત્ન–સમુચ્ચય ” એમની શબ્દશાસ્ત્રની ઝીણવટની સાક્ષી આપે છે. પ્રસ્તુત ટીકા એમના સર્વ દર્શનને લગતા પારગામિપણની પ્રતીતિ કરાવે છે અને એ સિવાયના એમણે કરેલા બીજા ગ્રંથે પણ