________________
વૃત્તાંત સમાજમાં સારી રીતે જ્ઞાત છે એટલે તે સંબંધી અને ઉક્તિ કરવામાં આવતી નથી. શ્રી હરિભદ્રસૂરિનાં જીવનને લગતી અનેક સ્થળે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે અહીં તે માત્ર ભૂમિકારૂપ જ જીવન વર્ણવવામાં આવ્યું છે. -
જૈન દર્શન એ આત્મધર્મ છે. તેમાં તમને ભોગવિલાસો માણવાના, યથેચ્છ આચરણ કરવાના આદેશો નહીં મળે. જડવાદના પૂજારી પ્રાણીઓ, પિતાની અશક્તિ ઢાંકવા માટે ધર્મની ખામીઓ દર્શાવવા તૈયાર રહે છે. જૈન દર્શન સંબંધી વિવેચન કરવું એટલે મહાસાગરને એ હાથવતી ઉલેચવાનો પ્રયાસ કરો.
પ્રસ્તુત પુસ્તક “જૈન દર્શન માં છએ દર્શનના મંતવ્યનું બુદ્ધિગમ્ય રીતે વિવેચન કરી જૈન દર્શનના સિદ્ધાંતને અકાય, અભેદ્ય અને અખંડ દર્શાવ્યા છે. મુખ્યત્વે જીવ, અછવાદિ નવે તવેનું સુંદર શૈલીમાં, બુદ્ધિમાં ઊતરે તેવી રીતે સ્વરૂપ સમજાવવાને સફળ પ્રયાસ કર્યો છે. આટલું પ્રાસંગિક કથન દર્શાવ્યા પછી આપણે આ ગ્રંથ સંબંધી કઈક વિચાર કરીએ–
શ્રીમાન હરિભદ્રસુરિજીએ “ડ્રદર્શન સમુચ્ચય” નામના ગ્રંથમાં ૮૭ ગ્લૅકમાં છએ દર્શને–બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જૈમિનીયનું સ્વરૂપ દર્શાવ્યું છે. આ સંસ્કૃત ગ્રંથ પર બે ટીકાઓ પ્રકાશિત થઈ છે. મોટી ટીકા શ્રી ગુણરત્નસૂરિજીની અને બીજી ટીકા શ્રી મણિભદ્રસૂરિની. છે. આ ગ્રંથમાં શરૂઆતમાં શ્રી હરિભદ્રસૂરિજીના મૂળ લેક (૮૭),
ત્યારબાદ તેને અનુવાદ, અને તે પછી શ્રી ગુણરત્નસૂરિજીની ટીકાને વિસ્તૃત અનુવાદ આપવામાં આવ્યું છે, જે વાંચતાં જૈન દર્શનની