________________
(૧૦૦
– .
કારણ કે, એ પિતે (આત્મા) જ નજરે જોઈ શકતા નથી, તેમ તેનું કાંઈ નિશાન પણ નજરે જોઈ શકાતું નથી–એ રીતે જ્યાં પ્રત્યક્ષ પ્રમાણ ની પ્રવૃત્તિ થઈ શકતી જ નથી ત્યાં અનુમાન પ્રમાણુની પ્રવૃત્તિ શી રીતે થાય? આ વાત તે સૌ કોઈ જાણે છે કે અનુમાનની પ્રવૃત્તિ પ્રત્યક્ષ કે પરવશ છે. વળી, જે પ્રત્યક્ષથી જ આત્માની સાબિતી થઈ શકતી હોય તે અનુમાનની જરૂર શા માટે રહે? માટે કોઈ પ્રકારે જીવન પ લાગી શકતું નથી. વળી, આ જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે માટે સૂર્ય પણ મનુષ્યની પેઠે ગતિવાળો હે જોઈએ, એ જાતના અનુમાન વડે પણ આત્માની સાબિતી થઈ શકતી નથી કારણ કે મનુષ્યનું આ જગ્યાએથી બીજી જગ્યાએ જવું–આપણે સૌ નજરે જોઈ શકીએ છીએ અને એ જેવાવડે જ—એ હેતુથી સૂર્યમાં પણ ગતિ હેવી જોઈએ—એવું અનુમાન કરી શકીએ છીએ, પરંતુ આત્માના * સંબંધમાં તે એવું કાંઈ નજરે જોવાતું નથી અને એવો કોઈ ગુણ કે ક્રિયા પણ નજરે જણાતી નથી કે, જે આત્મા વિના ન રહી શકતી હોય કે ન થઈ શકતી હેય અર્થાત ઉપર જણાવેલા અનુમાન વડે આત્મા વિષે કાંઈ ચોક્કસ કહી શકાય તેમ નથી. - તથા શાસ્ત્ર પ્રમાણુવડે પણ આત્માની સાબિતી થઈ શકતી નથી, કારણ કે એક ૫ણ શાસ્ત્ર એવું નથી કે જેમાં વિવાદ ન હોય, તેમ એ કઈ વિવાદ વિનાને શાસ્ત્રકાર પણ નથી કે જેણે, આત્માને પ્રત્યક્ષ જેએલ હેય. વળી, જે જે શાસ્ત્રો મળે છે તે બધાં પરસ્પર વિરોધવાળાં છે માટે તેમાં કેને સાચું માનવું અને કેને ખોટું માનવું ? અર્થાત આગમ પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી.
- ઉપમાન પ્રમાણુવડે પણ આત્માને કળી શકાતું નથી, કારણ કે તે પ્રમાણુ તે એક બીજાની સરખાઈને નજરે જોઈને કોઈ પણ જાતને નિર્ણય પડી શકે છે. અહીં તે જેમ આત્મા નજરે જણાતું નથી તેમ તેની જે