________________
જેમકે આત્મા નથી, કારણ કે એ મુદલ દેખાતો જ નથી. જે જે ચીજ દિઈ પણ પ્રકારે મુદ્દલ ન દેખાતી હોય તેની હયાતી હોઈ શકે જ નહિ અને જે ચીજ દેખાતી હોય તેની તે આ નજરે દેખાતા ધાડાની પેઠે. અવશ્ય હયાતી હોય–અર્થાત આત્મા નજરે ન દેખાતે હોવાથી તેની હયાતી માનવી એ કંઈ ઠીક ન ગણાય. કદાચ એમ કહેવામાં આવે કે પરમાણુઓની હયાતીને તે સૌ કોઈ માને અને તે તે, નજરે જાતા નથી તેથી “જે હેય એ નજરે જાવું જ જોઈએ” એ જાતનો નિયમ ખોટ પડવાનો સંભવ છે, તે એ વાત પણ બરાબર નથી; કારણ કે પરમાણુઓ ભલે ન દેખાય, કિંતુ એની બનેલી બધી ચીજે દેખાય છે માટે “જે હોય એ નજરે જણવું જ જોઈએ ” એ નિયમને કાંઈ વાંધે આવે તેમ નથી. આત્મા તે કોઈ પણ પ્રકારે દેખાતું જ નથી માટે ઉપર જwવેલા અનુમાન પ્રમાણથી પણ આત્માને અભાવ જ સાબિત થઈ શકે છે. જેમાં પ્રત્યક્ષ પ્રમાણુથી આત્માની સાબિતી થઈ શકતી નથી, તેમ અનુમાન પ્રમાણુથી પણ આત્માને પત્તો લાગી શકતા નથી, કારણ કે અનુમાન કરવાને જે કમ છે તે આત્મામાં ઘટી શકતો નથી. એને કમ આ પ્રમાણે છે–સૌથી પહેલાં પ્રત્યક્ષ પ્રમાણુથી બે વસ્તુના એટલે એક સાધ્ય અને બીજા સાધનના સહચરપણાને નક્કી કરવું જોઈએ અર્થાત્ અનુમાન કરનાર મનુષ્ય સૌથી પહેલાં અનેક સ્થળને જુએ છે અને એ પ્રત્યેક સ્થળને એટલે રસોડું, કોઈની દુકાન, ભડીયારાની દુકાન, ભાડભુંજાની દુકાન અને યજ્ઞને કુંડ વિગેરે સ્થળને જોઈને અતિ અને ધૂમાડાના સહચરપણાને બરાબર નક્કી કરે છે અને એ ઉપરથી તે એવું એક ધારણ બાંધે છે કે, જ્યાં જ્યાં ધૂમાડે હેય ત્યાં ત્યાં બધે ઠેકાણે અગ્નિ હેય જ. આ પ્રકારે નક્કી કર્યા પછી હવે તે, કઈ પણ જગ્યાએ ધૂમાડે જોતાં જ ત્યાં અગ્નિ લેવાનું પણ અનુમાન કરી લે છે. આ પ્રકારનું અનુમાન કરવાને કમ આત્મામાં ઘટી શકતો નથી,