________________
એમ કહેવામાં આવે કે શરીર તે જડ છે માટે એને જ્ઞાન શી રીતે થઈ શો? તે એ કાંઈ બરાબર નથી. કારણ કે શરીર ભલે જડ રહ્યું, પણ એને ચૈતન્યને સંબંધ થવાથી એ બધું જાણી શકે છે અને અનુભવી શકે છે માટે શરીરને જ્ઞાન થવામાં કોઈ જાતને વાંધો આવે તેમ નથી તથા શરીરને જે ચૈતન્યને સંબંધ થાય છે તે ચૈતન્યને શરીરે જ બનાવેલું છે માટે એ ચૈતન્યવડે પણ જીવની સાબિતી થઈ શકે તેમ નથી, કારણ કે ચિતન્ય, શરીર હોય ત્યારે જ (શરીરમાં) જણાય છે અને શરીર ન હોય ત્યારે નથી જણાતું એથી એને વિશેષ સંબંધ શરીરની જ સાથે હેય એમ ચેકબું જણાય છે અને એ જ એ ચૈતન્યને શરીરે બનાવેલું છે એમ પણ સાબિત થાય છે. - હવે જે એમ કહેવામાં આવે કે-શરીર અને ચૈતન્યને જ સંબંધ હોય તે મુડદાના શરીરમાં પણ ચિતન્ય શા માટે નથી જણાતું? એને ઉત્તર એ છે કે-મુડદાના શરીરમાં પૂરાં પાંચ ભૂત નથી–એમાં વાયુ અને તેજ ન હોવાથી ચૈતન્ય ન જણાય તે એ કાંઈ ખોટું નથી. વળી અમે એમ પણ નથી માનતા કે શરીરના ખોખામાત્રમાં ચૈતન્ય હેય જ, જે એમ માનીએ તે ચીતરેલા વેડામાં પણ ચિતન્ય આવવું જોઈએ, અમે તે એમ માનીએ છીએ કે અમુક અમુક ભૂતને સંગ એ શરીર છે અને એ જ શરીર પિતામાં ચૈતન્યને બનાવે છે, માટે મુડદાના શરીરનું ઉદાહરણ આપવાથી અમે કાંઈ ખોટા પડી શકીએ તેમ નથી. આ ઉપરથી એમ સાબિત થઈ શકે કે ચૈતન્ય એ શરીરને જ ધર્મ છે અને શરીર જ એને બનાવે છે માટે “હું જાણું છું” વિગેરે બુદ્ધિ શરીરમાં જ ઘટી શકે છે, એવી કઈ જુદો એ આત્મા કપે એ યુક્તિયુક્ત નથી, અર્થાત આત્મા પ્રત્યક્ષ પ્રમાણુથી જાણું પાકાય એવું નથી માટે એને અવિદ્યમાન જ માનવો એ યુક્તિયુક્ત છે. - અનુમાન પ્રમાણ પણ આત્માના અભાવને જ સાબિત કરે છે;