________________
માને છે તે કઈ રીતે યુક્તિયુક્ત જણાતું નથી. વળી, આપ કાંઈ એમ ન માનશે કે બળવાન વયવાળાને ઓછી ભૂખ હોય છેકારણ કે એ કઈ જાતને નિયમ નથી.. - જે શાસ્ત્રને આપ અને અમે બન્ને એક સરખી રીતે માનીએ
છીએ તેમાં પણ કેવળજ્ઞાનીને જમવાની વાત જણાવી છે. જુઓ– તત્વાર્થસૂત્રના નવમા અધ્યાયમાં “ઘાયરા ગિને” (૧૧) એ સત્રવડે જણાવ્યું છે કે કેવળજ્ઞાનીને અગ્યાર પરિષહે હોય છે, જેમાં ૧ લે ભૂખને, બન્ને તરસને, એમ કેમે કરીને ટાઢ, તાપ, ડાંસને, મચ્છરને, ચર્યાને, પથારીને, વધને, રોગને અને તૃણના પર્શને. કારણ કે એને (કેવળજ્ઞાનીને) એ પરિષહના કારણભૂત વેદનીય કર્મને ઉદય હોવાથી એ પરિષહેને સંભવ છે, તે આ સૂત્રવડે પણ એમ સાબિત થઈ શકે છે કે કેવળીને ભૂખ પણ લાગે છે માટે આપણે આ ઉપરથી એમ તે ચકખી રીતે જાણી શકીએ છીએ કે કેવળીને ભૂખ લાગવાથી પીડા તે થાય છે, પણ તે અનંતવીર્યવાળા હોવાથી આપણું પિઠે કચવાતો નથી, તેમ વિહુવલ પણ થતું નથી. અને તેને હવે કાંઈ પણ કરવું બાકી ન : હોવાથી વિના કારણે તે, ભૂખને સહતે નથી પણ ભૂખને સહન કરવી. એ એક જાતનું તપ છે; પરંતુ કેવળજ્ઞાન થયા પછી તપ કરવાની જરૂર ન હોવાથી એ કેવળી એવા કેઈ જાતના તપને કરતે નથી અર્થાત કેવળીને હવે ભૂખ્યા રહેવાનું કોઈ પણ કારણ રહેલું નથી. વળી એ બાબતને વધુ ચોકકસ કરવા માટે કેટલાંક અનુમાન પણ થઈ શકે છે અને તે આ પ્રમાણે છે –
કેવળજ્ઞાનીનું શરીર આપણું શરીરની જેવું છે માટે એ શરીરમાં ભૂખ્યા રહેવાથી જે પીડા આપણને થાય છે, તે એને પણ થાય એમાં ? કાંઈ નવાઈ નથી; માટે કેવળજ્ઞાનીને પણ આપણું પેઠે જમવાની જરૂર છે, કદાચ તમે અહીં એમ કહે કે કેવળજ્ઞાનીનું શરીર તે આપણા શરીરઃ