________________
– ૮૯).
પ્રમાણે તે એને કેવળજ્ઞાન થયા પહેલાં પણ આહાર કરવાની જરૂર હોય નહિ. શું તમો એમ માને છે કે-કેવલજ્ઞાન થયા પહેલાં જે આહાર ન લેવામાં આવે તે એ વખતનાં ચાર જ્ઞાનને ધક્કો પહોંચે ? ભાઈ ! આપે આ હકીકત ભૂલવા જેવી નથી કે ભૂખ અને મોહની પેઠે જ ભૂખ અને જ્ઞાનને એ કોઈ જાતને પરસ્પર એક બીજાથી એક બીજાને હાનિ થાય એ સંબંધ જ નથી, તો પછી ભૂખથી જ્ઞાન કે જ્ઞાનને શી હાનિ થાય ? કદાચ આપ એમ કહે કે-જે કેવળી પણ જમવાની ગરજ રાખે તો પછી તેનું અનંત વિર્ય શેનું ? જ્યારે આપ આ રીતે કહીને કેવળીના અનંત વીર્યને બચાવ કરો છો ત્યારે કઈ એમ પણ કહેશે કે–જે કેવળી અનંત વીર્યવાળા છે તો પછી મુક્તિ મેળવવામાં એણે સમ્યકત્વની ગરજ શા માટે રાખવી ? જીવવામાં એણે આયુષ્યની ગરજ શા માટે રાખવી ? અને ચાલવામાં તેમ બોલવામાં એણે પગની અને મુખની ગરજ શા માટે રાખવી ? જે એ કેવળી એ બધી પ્રવૃત્તિ માટે એ બધાં સાધનની ગરજ રાખે તો પછી તમારા હિસાબે તે એનું અનંત વીર્ય કયાં રહ્યું? કહે, હવે આપ કંઈ પણ કેવળીને અનંત વીર્યવાળો શી રીતે માની શકશે ? ભાઈ, આપ જે બરાબર વિચારીને જુઓ તે જણાશે કે અનંતવીર્યવાળો કાંઈ એના હાથ, પગ, મોટું, કાન, જીભ, નાક, દાંત, ઓહ, આંખ એ વિગેરે સાધનોને ફેંકી દેતો નથી–કાપી નાખ નથી, તેમ એ સાધનો રહેવાથી એની અનંતવીર્યતામાં પણ વધે આવતા નથી, તે જ પ્રકારે જે કેવળજ્ઞાની શરીરને ટકવાનું સાધન આહાર લે,
તે તેમાં તેની અનંતવીર્યતાને ઉની આંચ પણ આવે તેમ નથી; માટે - જે પ્રકારે તમે એને દેવછંદમાં વિસામે લેવરાવો છો તથા એની ગમના
ગમન ક્રિયાને અને બેસવાની ક્રિયાને સ્વીકારે છે તેમાં કેઈ જાતને વિરોધ જણાતું ન હોવાથી એની જમવાની ક્રિયા પણ સ્વીકારવી જોઈએ અર્થાત આપ તે રંગે ચંગે જમે અને આપના પૂજ્યને ભૂખ્યા રહેવાનું