________________
થાય છે અને શ્રીજિનને સુખદનીયનાં પ્રચુર પુલને ઉદય ન હોવા છતાં પણ સુખ તે ઘણું જ હોય છે. એ ઉપરથી એમ નક્કી થઈ શકે કે ઘણાં પુદગલેના ઉદયની સાથે સુખની કે દુઃખની અધિકાઇને સંબંધ નથી માટે તમેએ કહેલું “ઘણું પુદ્ગલેને ઉદય ન હોવાથી એને મુર્ત પીડા થતી નથી” એ કથન બરાબર નથી.
વળી, તમે જે કહે છે કે-આહાર કરવાની ઈચ્છા કરવી એ ભૂખ છે અને એ જાતની ઈચ્છા એક પ્રકારની મૂચ્છરૂપ હોવાથી મોહનીય કર્મને અંશ છે. તે જે કેવળજ્ઞાની નિર્મોહ થએલા છે એને મોહની પુત્રી જેવી ભૂખ શી રીતે લાગી શકે વા હેઈ શકે?” એ જાતનું પણ તમારું કથન બરાબર નથી; કારણ કે ભૂખ અને મોહ વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ જ નથી. જેમ મોહ અથવા તેના વિકારો ક્રોધ, માન, માયા અને લેભ વિગેરેને દૂર કરવા માટે તેનાથી વિરુદ્ધ ભાવના એટલે અમોહી, અક્રોધી, અમાની, અમારી અને અભી થવાને વિચાર કર્યા કરવો પડે છે તેમ કાંઈ ભૂખને દૂર કરવાને માટે નિરાહારી રહેવાને વિચાર માત્રથી જ સરતું નથી. કિંતુ કાંઈ ને કોઈ પેટમાં નાખવું જ પડે છે. એ ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે કે ભૂખ અને મેહ વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ નથી. જે કાંઈ પણ સંબંધ હેત તે જે ઉપાયથી મેહ દૂર થાય છે એ જ ઉપાયથી ભૂખ પણ દૂર થવી જોઈએ, પરંતુ એ જાતને અનુભવ ક્યાંય જાણે, જો કે સાંભળ્યો નથી માટે જ ભૂખને મોહને અંશ ગણવાની તમારી કલ્પના વ્યાજબી નથી.
અમે તે એમ કહીએ છીએ કે કેવળજ્ઞાન થયા પહેલાની દિશામાં અને કેવળજ્ઞાનની દશામાં કોઈ જાતને શરીરને લગતે વિશેષ ફેરફાર જણાતું નથી તે પછી જેમ તમે કેવળીને નિરાહારી માનવાને હઠ કરે છે તેમ કેવળી થયા પહેલાં પણ એ જાતને હઠ શા માટે નથી કરતા? એ બને સ્થિતિમાં એનું આયુષ્ય તો કોઈ પણ પ્રકારે તૂટયું તૂટે તેમ નથી, માટે તમારી દલીલ