________________
–( ૮૭)
તમે જે એમ કહ્યું કે “કેવળજ્ઞાનીને ઉદયમાં આવતું વેદનીય કમ બળેલી દેરડી જેવું નિર્બળ હોય છે તે કાંઈ બરાબર નથી. જે કેવળજ્ઞાનીને ઉદયમાં આવતું વેદનીયકર્મ નિર્બળ હોય તે એ (કેવળ) અત્યંત સુખને અનુભવ શી રીતે કરી શકે? શાસ્ત્રમાં તે કેવળજ્ઞાનીને અત્યંત સુખનો ઉદય કહે છે. એથી જ એમ સાબિત થઈ શકે છે કે એને ઉદયમાં આવતું વેદનીય કર્મ (સુખદનીય કે દુખવેદનીય) નિર્બળ હોઈ શકતું નથી.
વળી, જ્ઞાનાવરણાદિ કર્મોનો નાશ થવાથી એને પૂરેપૂરું જ્ઞાન તે પ્રગટે, પણ એથી એને ભૂખ ન લાગે એમ શી રીતે બને ? કારણ કે ભૂખ લાગવાનું કારણ જે વેદનીય કર્મ છે, તેને તે હજુ એણે નાણા કર્યો નથી માટે એને વેદનીય કર્મને લીધે ભૂખ લાગવી જ જોઈએ અને એ માટે જ એને આહાર પણ લેવું જોઈએ.
વળી, જેમ તડકે અને છાંયે પરરપર વિરોધી હોવાથી એ સાથે રહી શકતાં નથી તેમ કાંઈ જ્ઞાન અને ભૂખને પરસ્પર વિરોધ નહી કે જેથી તે બન્ને એક સાથે ન રહી શકે.
વળી, જેમ કેવળજ્ઞાનીને સુખને ઉદય હોય છે તેમ દુઃખને પણ ઉદય હોય છે અને તેથી (દુઃખદનીયને ઉદય થવાથી) એ અનંતવીર્યવાળે છે તે પણ એના શરીરના બળને ઘટાડે અને ભૂખને લીધે પેટમાં બળતરા સુદ્ધાં થાય છે, માટે જ એને નિરાહારી માનવાનું કાંઇ કારણ નથી. અને આહાર લેવાથી એ કેવળજ્ઞાનીને પણ કાંઈ બાય આવતું નથી. તથા તમે જે એમ કહ્યું કે-“કેવળજ્ઞાનીને વેદનીયની ઉદીરણ હોતી નથી અને તેથી જ ઘણું પુદગલેને ઉદય ન થતું હોવાથી એને મુલ પીડા થતી નથી” તે પણ કાંઈ બરાબર નથી; કારણ કે ચોથા વિગેરે ગુણસ્થાનકોમાં વેદનીયકર્મની ગુણશ્રેણી હેય છે અને તેથી જ ત્યાં ઘણું પુદ્ગલેને ઉદય હેવા છતાં પણ પીડા તે ઘણું જ ઓછી