________________
(૮૬)
(કેવળજ્ઞાનીને) સાવધાનતા રાખવા માટે કે સંયમનું પાલન કરવા માટે પણ આહાર લેવાની જરૂર જણાતી નથી.
૫. એના જીવનના નિર્વાહ માટે પણ એને આહાર કરે જરૂરી નથી, કારણ કે એનું આયુષ્ય કેઇ પણ પ્રકારે તૂટયું તૂટે તેમ નથી અર્થાત ગમે તેવી મોટામાં મોટી આપત્તિમાં પણ તે ખુશીથી જીવી શકે છે અને વળી એનું વીર્ય અનંત છે માટે ફકત જીવનના જ નિર્વાહ માટે. એને આહાર લેવો જરૂર નથી.
૬. વળી, હવે એ કેવળજ્ઞાનીને ધર્મતત્વને વિચાર કરવાની જરા પણ જરૂર નથી, કારણ કે હવે તે એ સર્વર અને સર્વદર હોવાથી વિના વિચાર્યું જ બધું જાણી શકે છે માટે એ કારણથી પણ એને જમવાની જરૂર જણાતી નથી.
એ પ્રકારે આહાર કરવાના છ કારણેમાંનું એક પણ કારણ કેવળજ્ઞાનીને જણાતું નથી, તેથી જ અમે તેને નિરાહારી માનીએ છીએ.
“વેતાંબર જૈન –ભા', આપે જે કેવળજ્ઞાનીને નિરાહારી સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે તે અમારી જાણ પ્રમાણે તે તદ્દન નિરર્થક છે. અમે તે એમ માનીએ છીએ કે કેવળજ્ઞાનીને આહાર કરવાની જરૂર છે; કારણ કે જે જે કારણે આહાર કરવાનાં છે તે બધાં ય એને (કેવળ જ્ઞાનીને) લાગુ પડે તેવાં છે. આહાર કરવાનાં કારણે નામવાર નિદેશ. આ પ્રમાણે છે–પૂરેપૂરી શરીરની રચના, વેદનીયને ઉદય, આહારને પચાવવા માટે મળેલું તૈજસશરીર અને લાંબું આયુષ્ય. એ ચાર વાનાં. જેને હોય છે તેને આહાર વિના ચાલી શકતું નથી. જેને આપણે કેવાજ્ઞાની કહીએ છીએ એને પણ એ ચારે વાનાં હોય છે માટે એને જમ્યા. વિના શી રીતે ચાલે? કેવળજ્ઞાન થયા પહેલાં તે કેવળ જમતા હતા અને હવે કેવળજ્ઞાન થયા પછી એ ક ફેરફાર એના ફરીરમાં થઇ એ છે કે જેથી એને જમવાની જરૂર પડે નહિ?