________________
– ૫) કારણ કે તેમ કરવાનું તેને કોઈ કારણ નથી. શાસ્ત્રમાં કાલાહાર કરવાના છ કારણે જણાવ્યાં છે. જેમકે, પેટમાં બળતરા થવી, કોઈની સેવા કરવા જવું, જતાં-આવતાં સાવધાનતા રાખવી, સંયમનું પાલન કરવું, જીવન- નિર્વાહ કરે અને ધર્મતને વિચાર કરો. આ છમાંનું એક પણ કારણ કેવળજ્ઞાનીને જણાતું નથી માટે એ શી રીતે આહાર કરે? વા શા નાટે આહાર કરે?
છે. કદાચ એમ કહેવામાં આવે –કેવળજ્ઞાનીને પણ વેદનીય કર્મનો ઉદય હોય છે, તેથી પેટમાં બળતરા થવાનો સંભવ છે અને એ છે માટે જ એને જમવાની પણ જરૂર છે. તે એ કાંઈ બરાબર નથી, કારણ કે કેવળજ્ઞાનીને ઉદયમાં આવતું વેદનીય કર્મ બળેલી દોરડી જેવું નિર્બળ હોય છે એથી તેને કોઈ પ્રકારની વેદનાને સંભવ નથી. કદાચ વેદના એટલે અનુભવ થાય તો તે ભલે, પરંતુ તેમને કોઈ પ્રકારની પીડા એટલે બળતરા વિગેરે થવાનું તે કાંઈ કારણ જ નથી; કારણ કે તે અનંતવીર્યવાળા છે અને એવા અનંતવીર્યવાળાને વળી પીડા શી?
ર. આહાર કરવાથી શરીર બળવાળું રહેવાને લીધે કેવળજ્ઞાનીને બીજા કોઈની સેવા કરવાને લાભ મળે છે માટે જ એને (કેવળજ્ઞાનીને) ‘આહાર કરવાની જરૂર જણાય છે. એ કથન પણ કાંઈ બરાબર નથી, કારણ કે કેવળજ્ઞાન થયા પછી એ કેવળી ત્રિલેકપૂજ્ય થાય છે માટે એને કોઈની પણ સેવા કરવાને પ્રસંગ રહેતું નથી.
૩-૪. જતાં આવતાં સાવધાનતા રાખવી અને સંયમનું પાલન કરવું–એ પણ કાંઈ આહાર લેવાનાં કારણે નથી; કારણ કે કેવળજ્ઞાની પિતાના કેવળજ્ઞાન અને કેવળદર્શનવડે જ જતાં આવતાં સાવધાનતા રાખીને પૂર્ણ અહિંસા સાચવી શકે છે અને એનું ચારિત્ર પણ જેવું
શાત્રિમાં કહ્યું છે તેવું જ ઊંચું (યથાખ્યાત) હેવાથી એ, એને માત્ર પિતાના અનંતવીર્યથી આહાર લીધા સિવાય જ પાળી શકે છે માટે એને