________________
——( ૧ ). જેવું નથી; કારણ કે એ શરીર તે સ્વભાવથી જ પરસેવા અને દુર્ગધથી રહિત હોય છે ત્યારે આપણું શરીર પરસેવાવાળું અને દુર્ગધવાળું પણ હોય છે માટે એ, આપણું શરીર જેવું ન હોવાથી એને જમવાની જરૂર હોઈ શકે નહિ, તે ભાઈ, તમારું એ કથન તદ્દન ખોટું છે; કારણ કે કેવળજ્ઞાન થયા પહેલાં પણ એ કેવળીનું શરીર પરસેવા વિનાનું હેય છે છતાં તેને તમે પણ જમવાની જરૂર માને છે માટે આપ એ દલીલ-- થી કેવળીને ભૂખ્યા રાખી શકે તેમ નથી. વળી, કઈ કેવળીનું લાખ વર્ષનું આયુષ્ય હોવાથી એના શરીરને એટલે વખત ટકાવી રાખવા માટે જેમ આયુષ્યકર્મ કારણ છે તેમ એ જ હેતુથી એને જમવાની પણ જરૂર માનવાની છે. તથા કેવળીને તૈજસ શરીર, જે આહારને પચાવવામાં મુખ્ય સાધનભૂત છે તે હોવાથી ભૂખ લાગે જ એમાં કાંઈ સંદેહ જેવું નથી. એ પ્રકારે આહાર કરવાનાં બધાં કારણે કેવળીને લાગુ પડતાં હેવાથી કઈ પણ રીતે તેનું નિરાહારીપણું સાબિત થઈ શકતું નથી.
વળી, જ્ઞાનાવરણને નાશ થયે ભૂખને પણ નાશ થાય અને જ્ઞાનાવરણની હયાતીમાં જ ભૂખ લાગે–એ પણ કોઈ જાતનો નિયમ નથી. જે એ નિયમ જ હોય તે મનુષ્યમાત્રને ભૂખ જ ન લાગવી જે એ; કારણ કે તેઓનાં જ્ઞાનાવરણને નાશ જ થયા જ કરે છે. - તથા કવલાહાર અને કેવલજ્ઞાન એ બે વચ્ચે કેઈ જાતને જરા પણ વિરોધ ન હોવાથી કેવળજ્ઞાની જેમ સુખ ભોગવી શકે છે તેમ આહારને પણ લઈ શકે છે. એ પ્રકારે પુષ્ટ દલીલ અને પ્રમાણોથી કેવળજ્ઞાનીને જમવાની રીતસર સાબિત થઈ શકે છે માટે જ અમે કેવળજ્ઞાનીને નિરાહારી ન માનતાં આહારવાળે માનીએ છીએ અને તમને પણ ભલામણ કરીએ છીએ કે–તમારે તેને ભૂખ્યો ને માનતાં આહારૂ વાળે જ માન.
એ પ્રકારે જૈનમતમાં દેવનું સ્વરૂપ પર થાય છે.