________________
પુરૂષસૂક્તની સૃષ્ટિ પાંચમી ત્રચામાં સૃષ્ટિક્રમ સંક્ષેપથી દર્શાવ્યું છે. સૌથી પહેલાં વિરાર્તી ઉત્પત્તિ થાય છે. વિરાના બે અર્થ થાય છે. જગત અને ઇશ્વરસ્થાનીય વિરાટુ પુરૂષ. અહિ જેની પ્રથમ ઉત્પત્તિ દર્શાવી છે તે વિરા પુરૂષ નહિ પણ બ્રહ્માંડ–જગત છે. બ્રહ્માંડ તૈયાર થયા પછી તેમાં પ્રવેશ કરનાર અને બ્રહ્માંડને પિતાનો દેહ બનાવી તે દેહનો અભિમાન રાખનાર વિરાટુ પુરૂષ (હજાર મસ્તક આદિવાળો ઈશ્વર) ઉત્પન્ન થાય છે. ત્યારપછી તે વિરાટું પુરૂષ દેવ તિર્યંચ મનુષ્ય આદિ છવરૂપ ધારણ કરે છે. તે જીવોને પિતાથી અલગ કરે છે. ત્યારપછી ભૂમિ–જમીન બનાવે છે અને ત્યારપછી ઉપર કહેલ જીવોનાં શરીર બનાવે છે. બસ, આ એક શ્લોકમાં વિરાર્તી સૃષ્ટિને ક્રમ પુરો થાય છે. સ્પષ્ટતાથી કહીએ તો આ પ્રમાણે –
૧ તે પુરૂષ-આદિપુરૂષ. ૨ વિરાટું બ્રહ્માંડ-જગત. ૩ વિરાટુ પુરૂષ. ૪ દેવાદિ છવો. ૫ પૃથ્વી.
૬ જીવોનાં શરીરે. આ ક્રમ સાયણ અને મહીધરના મત પ્રમાણે છે. મંગલાચાર્ય વિરા પુરૂષને વિરા જગતથી ઉત્પન્ન થયાનું કહે છે, આદિ પુરૂષથી નહિ. દેવાદિ જેની અલગ સૃષ્ટિ બતાવતા નથી. છઠે નેબરે જીવોનાં શરીરને બદલે જરાયુજાદિ ચતુર્વિધ ભૂતયોનિ ઉત્પન્ન થવાનું કહે છે. દેવાદિ છવોની ઉત્પત્તિને બદલે ઉદ્ઘલેકમાં પુરૂષ પ્રકાશે છે એમ
મંગલ ભાષ્યને સ્પષ્ટ સૃષ્ટિક્રમ આ પ્રમાણે–
૧ તે પુરૂષ–આદિપુરૂષ. ૨ વિરા=બ્રહ્માંડ શરીર. ૩ વૈરાજ પુરૂષ.