________________
-
૬૮
સુષ્ટિવાદ અને ઈશ્વર ભુવન યા પાતાલ લોક પચાશ કેડ જોજનના વિસ્તારવાળો એમ અર્થ કરે છે, જ્યારે રામાનુજાચાર્ય ભૂજ્યન્ત સમુદાય એવો અર્થ કરે છે. એનો સમન્વય ક્યાં થશે ? એકજ સૂક્તમાં એક ઠેકાણે એક અર્થ અને બીજે ઠેકાણે બીજો અર્થ એ કલ્પના નહિ તો બીજું શું?
(૩) એવી જ રીતે ચોથી ઋચામાં આવેલ સાશન અને અનશન શબ્દના સંબંધમાં પણ જુદા જુદા મત છે. સાયણ તે સાશન એટલે ભેજનવ્યવહાર સહિત ચેતન જગત અને અનશન એટલે ભજનવ્યવહાર રહિત જડ જગત એવો અર્થ કરે છે. મતલબ કે પરમાભાને ચતુથાશ જડ ચેતન વ્યાપ્ત બને છે. ત્રણ હિસ્સા તે ચેતને ચેતન રહે છે. એ સાયણનું તાત્પર્ય છે. મહીધરને પણ એજ અભિપ્રાય છે. મંગલાચાર્યો સાશન શબ્દને અર્થ અધલક અને અનશન શબ્દનો અર્થ ઉર્ધ્વ લોક કર્યો છે, કારણકે અશન એટલે કર્મ ફલ કર્તવ ભાક્નત્વાદિ વ્યવહાર, તે સહિત તે સાશન અને તેવા વ્યવહાર રહિત તે અનશન. અધેલોકમાં તેવો વ્યવહાર છે માટે સાશન અધેલોક અને અનશન ઉર્ધ્વ લોક. રામાનુજાચાર્યો અશનાને અર્થ વાસના કર્યો છે. સાશના એટલે વાસના સહિત અલોક અને અનશના એટલે વાસનારહિત ઉર્ધ્વ લોક. આ હિસાબે સાયણ મહીધરને એક મત અને મંગલાચાર્ય તથા રામાનુજાચાર્યને બીજો મત. આ અર્થભેદથી આદિ પુરૂષની મહત્તામાં પણ મહેટો ભેદ પડી જાય છે તે આ પ્રમાણે -સાયણ અને મહીધરના મત પ્રમાણે આદિ પુરૂષના ત્રણ હિસ્સા સંસારસ્પર્શથી રહિત અને એક હિસ્સો-ચતુર્થ ભાગ સંસારસ્પ–જગધિકારથી સહિત છે. જ્યારે મંગલાચાર્ય અને રામાનુજાચાર્યના મત પ્રમાણે પરમાત્માને ત્રણ હિસ્સા ઉર્વીલોકમાં અને એક હિસ્સો અધોલોકમાં પ્રકાશમાન થાય છે. એટલે ચારે હિસ્સા બ્રહ્માંડમાંજ આવી જાય છે. તફાવત એટલો કે ઉર્વલોકમાં ત્રણ હિસ્સા માટે અધિક પ્રકાશ જ્યારે અધેલકમાં એક હિસ્સો માટે
ન્યૂન પ્રકાશ.