________________
પુરૂષસૂક્તની સૃષ્ટિ
६७
કહ્યું છે કે આદિ પુરૂષનો એક પાદ બ્રહ્માંડવ્યાપી બને છે અને ત્રણ પાદ બ્રહ્માંડથી હાર અલિપ્ત રહે છે. એ અભિપ્રાય સાયણ અને મહીધરને છે. એ હિસાબે પહેલી ઋચા અને ત્રીજી ઋચાનો પરસ્પર વિરેાધ જણાય છે. મંગલાચાર્ય અને રામાનુજ ઉપરનો વિરોધ એવી રીતે દૂર કરે છે કે દિવિ શબ્દનો અર્થ ઉર્વીલોક અથવા જનક અને સત્યલોક સમજ. અર્થાત ત્રણ પાદ તે ઉર્વ લેકમાં પ્રકાશે છે અને એક પાદ અલોકમાં પ્રકાશે છે. એટલા માટે ભૂલોક કરતાં સ્વર્ગલોકમાં અધિક સુખ અને અધિક પ્રકાશ છે. આ હિસાબે પહેલી અને ત્રીજી અચાને વિરોધ મટી જાય છે. પણ ભાષ્યકારનો મતભેદ તે ઉભેજ રહે છે કેમકે સાયણ અને મહીધરને મતે બ્રહ્માંડથી ત્રણગણો મોટો આદિ પુરૂષ છે, જ્યારે મંગલાચાર્ય અને રામાનુજને મતે બ્રહ્માંડવ્યાપી–બ્રહ્માંડ પરિમિત આદિ પુરૂષ છે એટલે આદિ પુરૂષ અને વિરા પુરૂષ લગભગ બરાબર છે. આ એક મતભેદ.
(૨) પહેલી ઋચામાં ભૂમિ શબ્દ આવે છે. તેનો પ્રસિદ્ધ અર્થ તો પૃથ્વી થાય છે, પણ ભાષ્યકારેએ તે અર્થ છોડીને નવો અર્થ સ્વીકાર્યો છે. સાયણે તે ભૂમિ શબ્દનો અર્થ બ્રહ્માંડનો ગોળો કર્યો છે. મહીધરે ભૂમિ શબ્દ ભૂતો પલક્ષક માની તેનો અર્થ “પૃથ્વી, જલ આદિ પાંચ ભૂત” એવો કર્યો છે. મંગલાચાર્યે ભૂશબ્દપલક્ષિત ભૂર્ભુવઃ સ્વઃ એ કૈલોકય ભૂમિ શબ્દનો અર્થ કર્યો છે. રામાનુજે સ શબ્દને ભૂમિ સાથે જોડી સમસ્ત ભૂમિ શબ્દનો અર્થ કર્યો છે પ્રકૃતિ સહિત. અર્થાત્ ભૂમિ એટલે પ્રકૃતિ તે સહિત જીવ કાલ અને સ્વભાવરૂપ સમુદાય એટલો અર્થ સભૂમિ શબદનો કર્યો છે. આમ જુદો જુદો અર્થ કરવા છતાં બ્રહ્માંડવ્યાપિસ્વરૂપ તાત્પર્યમાં ચારે એકત્ર થઈ જાય છે. પણ પાંચમી ઋચામાં જે ભૂમિ શબ્દ આવે છે, ત્યાં કેમ બધા બદલી જાય છે? મહીધર અને સાયણ તો ભ્રામ એટલે પૃથ્વી અર્થ કરે છે. મંગલાચાર્ય અતલ વિતલ આદિ સાત