________________
સર્જન-વિનાશવાદ
૫૩
સ્પર્શ આકાશમાં, આકાશ શબ્દમાં, શબ્દ તન્માત્રામાં, તન્માત્રા ઈન્દ્રિયોમાં, ઇન્દ્રિયો મનમાં, મન અહંકારમાં, અહંકાર મહત્તત્ત્વ બુદ્ધિમાં, અને મહત્તત્ત્વ પ્રકૃતિમાં લીન થઈ જાય છે. આ સાંખ્યને પ્રાકૃતિક પ્રલય થયો. વેદાન્ત એક કદમ ઓર આગળ વધે છે. તે કહે છે કે પ્રકૃતિ અને પુરૂષ બાકી રહ્યા હતા તેને પરમબ્રહ્મમાં લય થઈ જાય છે. એક બ્રહ્મ માત્ર રહી જાય. તે વેદાંતનો પ્રાકૃતિક પ્રલય કહેવાય છે. આ મહાપ્રલયનું વર્ણન ભાગવત તૃતીય સ્કંધના ચતુર્થ અધ્યાયમાં કરેલ છે. તે ઉપરાંત વિષ્ણુપુરાણ, બ્રહ્મપુરાણ અને કૂર્મપુરાણમાં
આવેલ છે. ભાગવત, વિષ્ણુપુરાણ અને બ્રહ્મપુરાણમાં આખરી લયા વિષ્ણુમાં કરેલ છે જ્યારે કૂર્મપુરાણમાં આખરી લય રૂદ્રમાં કરેલ છે.
કાલપરિમાણુ. મનુષ્યનો એક ભાસ-ત્રીસ અહોરાત્ર તે પિતૃને એક અહોરાત્ર. મનુષ્યને એક વરસ તે દેવતાનો એક અહોરાત્ર દેવતાના બાર હજાર વરસે એક ચતુયુગ=સત્ય દ્વાપર ત્રતા અને કલિયુગ રૂપ થાય છે. એક હજાર ચતુર્થંગે બ્રહ્માને એક દિવસ અને એટલેજ કાલે બ્રહ્માની એક રાત્રિ થાય છે. બ્રહ્માને એક દિવસ તે સૃષ્ટિકાલ અને એક રાત્રિ તે નૈમિત્તિક પ્રલયકાલ સમજવો.
આમ સૃષ્ટિ પછી પ્રલય અને પ્રલય પછી સૃષ્ટિની પરંપરા ચાલવાથી આ લોક અશાશ્વત સૃષ્ટિવાદીઓ માને છે. (-૮)
સર્જન-વિનાશવાદ.
मू० सरहिं परियारहिं, लोयं बूया कडेति य ।
तत्तं ते ण वियाणति, ण विणासी कयाइवि ॥