________________
સૃષ્ટિવાદ અને ઈશ્વર
લોકને પણ બાળે છે. તેથી ગન્ધર્વ, પિશાચ, યક્ષ, રાક્ષસ વગેરે પણ નષ્ટ થઈ જાય છે. ત્યારપછી રૂદ્ર રૂપી વિષ્ણુ મુખના નિઃશ્વાસથી પાંચે રંગનાં વાદળ આકાશમાં બનાવે છે. તેમાંથી મૂશળધાર વરસાદ વરસવાથી અગ્નિ શાંત થઈ જાય છે. નિરંતર સે વરસ સુધી વરસાદ વરસતાં પૃથ્વી આખી એકાકાર જલાર્ણવમય થઈ જાય છે, અને ઠેઠ સપ્તઋષિના સ્થાન સુધી તે પાણી પહોંચે છે. ભૂલોક ભુવક અને સ્વર્ગલોક એકાકાર થઈ જાય છે. ત્યારપછી વાદળને વિખેરવા મુખના નિઃશ્વાસથી પવન બનાવે છે. સો વરસ સુધી પવનના તફાનથી વાદળ વિખરાઈ જાય છે, ત્યારે વાયુને પી જઈ એકાર્ણવ જલપ્રવાહમાં શેષશય્યા ઉપર સૃષ્ટિકર્તા વિષ્ણુ સુઈ જાય છે. એક હજાર ચતુર્કંગ પરિમિત બ્રહ્માની રાત્રિ આખી ગનિદ્રામાં પસાર થાય છે. એ વખતે બચી રહેલા જન લેક અને બ્રહ્મલોકસ્થિત સનકાદિ મુમુક્ષુઓ ભગવાનની સ્તુતિ કરતા રહે છે. આ નૈમિત્તિક પ્રલય. કહેવાય છે. વિષ્ણુપુરાણમાં આવી જ રીતે વર્ણન છે. કૂર્મપુરાણમાં થોડા ફેરફાર છે. તેમાં પ્રલયના ત્રણને બદલે ચાર ભેદ કહ્યા છે. ત્રણ તે એ ને એ અને એક નિત્ય પ્રલય કે જે હમેશાં પશુ પક્ષી મનુષ્ય કીટ વગેરે મત આવતાં મરે છે તે નિત્ય પ્રલયન એક ભેદ વધાર્યો છે.
પ્રાકૃતિક પ્રલય. પૂર્વોક્ત રૂપમાં અનાવૃષ્ટિ અને કાલાગ્નિના સંપર્કથી જ્યારે પાતાલ આદિ લોક સ્નેહડીન-લુખા થઈ જાય છે, ત્યારે મહત્તત્ત્વાદિ પૃથ્વી પર્યન્ત વિકૃત દ્રવ્યને વંસ કરવા માટે પ્રાકૃતિક પ્રલયકાલ ઉપસ્થિત થાય છે. તેમાં સર્વ પ્રથમ અનાવૃષ્ટાદિ કારણોથી પ્રાણી શરીર અન્નમાં લીન થાય છે. અન્ન બીજ માત્ર શેષ રહીને બાકી ભૂમિમાં લીન થાય છે. તદનન્તર ભૂમિ ગધગુણમાં, ગબ્ધ જલમાં, જલ રસમાં, રસ અગ્નિમાં, અગ્નિ સ્પમાં, રૂપ વાયુમાં, વાયુ સ્પર્શમાં,