________________
=
,
,
,
,
,
તત્વસૃષ્ટિ
૫૧
નૈમિત્તિક, પ્રત્યે કહેવાય છે. આ અન્તર પ્રલય અથવા ખંડ પ્રલય પણ કહેવાય છે. બે પરાર્ધ વર્ષે ત્રણે લોકના પદાર્થોને પ્રકૃતિમાં યા પરમાત્મામાં લય થાય તે પ્રાકૃતિક પ્રલય યા મહાપ્રલય કહેવાય છે. કઈ સંસ્કારી આત્માની મુક્તિ થાય તે આત્યંતિક પ્રલય કહેવાય છે.
ઉપર મહાભારતને પ્રલય બતાવ્યો તે છે તે મહાપ્રલય પણ તેમાં વિશ્વનો લય પ્રકૃતિને બદલે ઈશ્વરમાં દર્શાવ્યો છે. મહાભારતની પ્રલય પ્રક્રિયા કરતાં બ્રહ્મપુરાણની પ્રલય પ્રક્રિયા કેટલીક જુદી છે. તે આ પ્રમાણે –મહાભારતમાં પ્રથમ સૂર્ય તપે છે ત્યારે બ્રહ્મપુરાણના પ્રલયમાં પ્રથમ સો વરસ સુધી અનાવૃષ્ટિ-દુકાળ પડે છે. તેમાં અલ્પ શક્તિવાળા પાર્થિવ પ્રાણીઓનો નાશ થાય છે. ત્યારપછી વિષ્ણુ રૂદ્ર રૂપ ધારણ કરી, સૂર્યનાં સાત કિરણમાં પ્રવેશ કરી, તળાવ સમુદ્ર વગેરે સર્વ જલને પી જાય છે. આનું સમર્થન કરનારી કદની એક ઋચા છે તે આ પ્રમાણે
यस्मिन् वृक्षे सुपलाशे देवैः संपिबते यमः । अत्रा नो पि विश्पतिः पिता पुराणों अनुवेनति ॥
અર્થ-આ વૃક્ષ તુલ્ય સંસારમાં પિતૃ યમ=સર્વ જીવોના પિતૃસ્થાનીય સૂર્ય પોતાનાં કિરણો વડે જીવની ઉત્પત્તિ અને રક્ષા કરે છે. વળી તેજ સૂર્ય વહીન જીવોના સત્ત્વને ખેંચી લઈ સ્વવશ કરે છે, અર્થાત મારી નાખે છે. પ્રકૃતિ પ્રસંગમાં પણ સૂર્ય પાણીને શાષવી જીવોને મારે છે. ત્યારપછી તેજ વિષ્ણુ સાત સૂર્ય રૂપે આકાશમાં ઉંચે નીચે તિર્યક ભ્રમણ કરી પાતાલ સહિત ભૂલોકને ખૂબ તપાવે છે. તેથી કૂપ નદી પર્વત ઝરણું વગેરે સ્નેહલીન થઈ જય છે. વૃક્ષ લતા વગેરે બળી જાય છે. ત્યારપછી રૂદ્ર કાલાગ્નિનું રૂપ ધારણ કરી પાતાલ લોકને બાળી સંપૂર્ણ પૃથ્વીતલને દગ્ધ કરી નાખે છે. ત્યારપછી તે અગ્નિવાળા ઉંચે ચડી ભુવાઁક અને સ્વર્ગ