________________
૫૦
સુષ્ટિવાદ અને ઈશ્વર
तमप्यनुपमात्मानं विश्वं शम्भुः प्रजापतिः ॥
મ. મા. શાન્તિ v૦ રૂ૨૨ (ર થી શરૂ) અર્થ–યાજ્ઞવક્ય મુનિ જનક રાજાને કહે છે કે અનાદિ અનંત નિત્ય અને અક્ષર બ્રહ્મા વારંવાર જંતુઓને જેવી રીતે સર્જે છે અને સંહાર કરે છે તે બિના વિસ્તારથી કહું છું. દિવસ પુરો થયો જાણુને રાત્રે સુવાની ઇચ્છાવાળા અવ્યક્ત ભગવાને અહંકારાભિમાની રૂદ્રને પ્રેરણા કરી. ૩ લાખ કિરણવાળા સૂર્યનું રૂપ ધારણ કરી, તેના બાર વિભાગ કરી અગ્નિ જેવો પ્રચંડ તાપ ઉત્પન્ન કર્યો. જરાયુજ, અંડજ, દજ અને ઉભિન્ન પ્રાણીઓને બાળીને પૃથ્વીતલ ભસ્મીભૂત કર્યું. ત્યારપછી અધિક બલવાન તેજ સૂર્ય આખી પૃથ્વીને જલથી પૂરે છે. ત્યારપછી અગ્નિરૂપ ધારણ કરી જલને ક્ષય કરે છે. અગ્નિને આઠ દિશામાં વાતો પવન શમાવી દે છે. પવનને આકાશ, આકાશને મન, મનને ભૂતાત્મા પ્રજાપતિ અહંકાર અને અહંકારને ભૂત ભવિષ્ય જાણનાર મહત્તત્ત્વ=બુદ્ધિ રૂ૫ આત્મા-ઇશ્વર અને તે અનુપમ આત્મા રૂપ વિશ્વને શંભુ રૂદ્ર ગ્રાસ કરી જાય છે. અર્થાત આ ક્રમથી આખા જગતનો ઈશ્વરમાં લય થઈ જાય છે. બ્રહ્મપુરાણના ૨૩૨ મા અધ્યાયમાં પ્રલયનું વર્ણન નીચે પ્રમાણે છે. सर्वेषामेव भूतानां त्रिविधः प्रतिसञ्चरः। नैमित्तिकः प्राकृतिकः तथैवात्यन्तिको मतः ॥ १ ॥ ब्राह्मो नैमित्तिकस्तेषां कल्पान्ते प्रतिसश्चरः। आत्यन्तिको वै मोक्षश्च प्राकृतो द्विपराद्धिकः ॥२॥
અર્થ–સર્વ ભૂતને પ્રલય ત્રણ પ્રકારને છેઃ નૈમિત્તિક, પ્રાકૃતિક અને આત્મત્તિક. એક હજાર ચતુર્કંગ પરિમિત બ્રહ્માને એક દિવસ થાય તે કલ્પ કહેવાય છે. કલ્પને અને ૧૪ અન્વતર પુરાં થતાં સૃષ્ટિના ક્રમથી ઉલટી રીતે ભૂલોક આદિ સર્વ સૃષ્ટિને બ્રહ્મામાં લય થઈ જતાં પૃથ્વી એકાર્ણવ થતાં સ્વયંભૂ જલમાં શયન કરે તે