________________
સૃષ્ટિવાદ અને ઇશ્વર
*
माया संभावितो वीरः कालः सर्वसमाहरः । " टीका - " माया संभावितो = मायया संकल्पेन संभावित उत्पादितः । सर्वसमाहरः = सर्वसंहारकर्तेति "
૪
કાલ પોતે તપસ્વીનું રૂપ ધારણ કરી રામચંદ્રજી પાસે આવીને કહે છે કે મને બ્રહ્માએ મેકલેલ છે. તમેાએ ૧૧ હજાર વરસની મર્યાદા આપી હતી તે પુરી થઈ છે, હવે સ્વર્ગલેાકમાં ચાલે. હું તમારા– હિરણ્યગર્ભ અવસ્થાને પુત્ર છું, ભગવાનની સંકલ્પશક્તિ રૂપ માયાથી પેદા થયેલ છું, સના સંહાર કરનાર હું છું. આ ઉપરથી કાલની જુદી જુદી અવસ્થા પ્રતીત થાય છે—જેમકે ઉત્પાદક કાલ, સ્થાપક કાલ અને સંહારક કાલ. સિને આરભકાલ તે ઉત્પાદક કાલ છે. સૃષ્ટિને સ્થિતિ કાલ તે સ્થાપક કાલ અને પ્રલયકાલ તે સંહારક કાલ. સંહારક કાલ એજ માર છે. એ મારજ તમેગુણુપ્રધાન ૬ નામના સ્વયંભૂ અંશને પ્રેરણા કરે છે કે દિવસ પુરા થયેા—સુષ્ટિકાલ પુરા થયા માટે હવે શયન કરા; અર્થાત્ સર્વાંના સંહાર કરે. એટલે મારની પ્રેરણાથી સંકલ્પરૂપ માયાશક્તિ વડે રૂદ્ર જગતા સંહાર કરે છે. જગતના સંહાર થાય છે, પ્રલય થાય છે, માટે આ લેાક અશાશ્વત છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે
एवं सर्व स सृष्ट्वेदं मां चाचिन्त्यपराक्रमः । आत्मन्यन्तर्दधे भूयः कालं कालेन पीडयन् ॥
(મનુ જ્। ૧૨ )
અર્થ—મનુ કહે છે કે અચિન્ત્ય પરાક્રમવાળા બ્રહ્મા એવી રીતે મને અને સ પ્રજાને સર્જીને છેવટ પ્રલયકાલ વડે સુષ્ટિકાલના નાશ કરતા થકા કરી આત્મામાં અન્તર્ધાન—લીન થાય છે. સૃષ્ટિ પછી પ્રલય અને પ્રલય પછી સૃષ્ટિ એમ અસંખ્ય સૃષ્ટિ પ્રલય થયા અને થશે. (૫૧)