________________
તરવસૃષ્ટિ
૪૭
एते मनूंस्तु सप्तान्या-नसृजन्भूरितेजसः । देवान् देवनिकायांश्च महर्षीश्वामितौजसः॥ (मनु०१ । ३६)
અર્થ–એ પ્રજાપતિએ એ બહુ તેજવાળા બીજા સાત મનુઓને, દેને, દેવના સ્થાન–સ્વર્ગાદિકને અને અપરિમિત તેજવાળા મહષિએને પેદા કર્યો.
એ ઉપરાંત પ્રજાપતિઓએ જે રચના કરી તેનું વર્ણન ૩૭ થી ૪૦ લોક સુધીમાં નીચે પ્રમાણે છે. યક્ષ, રાક્ષસ, પિશાચ, ગન્ધર્વ, અસરા, અસુર, નાગ, સર્પ, ગરૂડ, પિતૃગણ, વિજળી, ગર્જના,મેઘ, રોહિત દંડાકાર તેજ, ઈન્દ્રધનુષ, ઉલ્કાપાત, ઉત્પાતધ્વનિ, કેતુ, ધ્રુવ, અગત્યાદિ તષી, કિન્નર, વાનર, મત્સ્ય, પક્ષી, પશુ, મૃગ, મનુષ્ય, સિંહાદિ, કૃમિ, કીટ, પતંગ, જુ, માખી, માંકડ, દાંશ, મચ્છર, વૃક્ષ, લતા વગેરે અનેક પ્રકારના સ્થાવર ઉત્પન્ન કર્યા.
ઉક્ત સાત મનમાં એક મનુ તે આ પ્રકૃતિ મનુ છે, જે સ્વાયંભુવ મનુ કહેવાય છે. બીજા છ મનુઓનાં નામ મનુસ્મૃતિના પ્રથમ અધ્યાયના ૬ર મા શોકમાં દર્શાવ્યાં છે તે આ પ્રમાણે સ્વાચિષ, ૨ઉત્તમ, તામસ, રેવત, પંચાક્ષુષ, વિવસ્વસુત. એ સાતે પોતપોતાના આંતરામાં સ્થાવર જંગમ રૂપ સૃષ્ટિને ઉત્પન્ન કરે છે.
સૂત્રકૃતાંગની સાતમી ગાથાના ઉત્તરાર્ધમાં ભાર અને માયા શબ્દ આવે છે, તે પ્રલયકાલના સૂચક છે. તેમાં ભાર શબ્દ મૃત્યુ • રૂપ કાલવાચક છે. માયા શબ્દ સ્વયંભૂ ભગવાનની યોગમાયાનો વાચક છે. ભાગવત તૃતીય સ્કંધના પાંચમા અધ્યાયમાં કહ્યું છે કે
“ अथ ते भगवल्लीला योगमायोपबृंहिताः। विश्वस्थित्युद्भवान्तार्था वर्णयाम्यनुपूर्वशः॥"
વાલ્મિકિ રામાયણના ઉત્તર કાંડ ૧૦૪ સર્ગમાં ટીકાકાર રામ ભાયા શબ્દને અર્થ સંકલ્પ અર્થાત ભગવાનની સંકલ્પશક્તિ કરે છે?