________________
સૃષ્ટિવાદ અને ઈશ્વર
છે, કારણકે ગાથામાં “મૂડ સિંs “ શબ્દ બ્રહ્માને પરાભર્શક છે. ટીકાકારે પણ એજ અર્થ દર્શાવ્યો છે. આંહીથી સ્વયંભૂનો અધિકાર બ્રહ્માને પ્રાપ્ત થાય છે. વેદાંતદષ્ટિએ બ્રહ્મ, સ્વયંભૂ અને બ્રહ્મા એક આત્મરૂપજ છે. ઉપાધિથી ભિન્ન છે. બ્રહ્મા નિરાકાર, નિર્ગુણ, સ્વયંભૂ પ્રકૃતિરૂપ શરીરધારી અને બ્રહ્મા રજોગુણપ્રધાન છે એ ઉપાધિભેદ વિશેષ છે. સાંખ્યની દષ્ટિએ સ્વયંભૂ નું શરીર અવ્યાકૃત પ્રકૃતિરૂપ અને બ્રહ્માનું શરીર રજોગુણપ્રધાન વ્યાકૃત પ્રકૃતિરૂપ છે, એ વિશેષતા છે. બ્રહ્મા પ્રાણીસૃષ્ટિ રચવા માટે પ્રથમ સ્વશરીર સર્જવાને તત્વસૃષ્ટિનો આરંભ કરે છે.
उद्बबर्हात्मनश्चैव मनःसदसदात्मकम् । मनसश्चाप्यहङ्कार-मभिमन्तारमीश्वरम् ।। महान्तमेव चात्मानं सर्वाणि त्रिगुणानि च । विषयाणां गृहीतृणि शनैः पञ्चेन्द्रियाणि च ॥
(મનુ૨ ૨૪ ૨) અર્થ–બ્રહ્માએ સ્વયંભૂ પરમાત્મામાંથી સત=અનુમાન આગમસિદ્ધ, અસત=પ્રત્યક્ષાગોચર, એવા મનનું સર્જન કર્યું. મનથી પહેલાં અહંકારનું સર્જન કર્યું કે જે અહંકારથી હું ઈશ્વર સર્વ કાર્ય કરવા સમર્થ છું' એવો અભિમાન થયા. અહંકારથી પહેલાં મહત્તત્ત્વની રચના કરી. ટીકાકાર મેધાતિથિ કહે છે કે “તરવિિામુ” તત્ત્વ શબ્દનો અર્થ મહત્તત્ત્વ=બુદ્ધિ સમજવાનો છે. આ હિસાબે મન અહંકાર અને મહત્તત્ત્વ એ ઉલટા ક્રમથી ગોઠવવા. એટલે પ્રથમ મહત્તત્ત્વ પછી અહંકાર અને પછી મનનું સર્જન થયું. મન પછી પાંચ તન્માત્રા, ત્રણ ગુણવાળી વિષયગ્રાહક પાંચ જ્ઞાનેંદ્રિય અને “ચકારથી પાંચ કર્મેન્દ્રિયની રચના બ્રહ્માએ સ્વયંભૂમાંથી કરી. तेषां त्ववयवान् सूक्ष्मान् षण्णामप्यमितौजसाम् । સન્નિવેરાતમમાત્રાનુ સર્વભૂતાનિ નિર્મદે ! (મનુ. ૨. ૬)