________________
અવતારવાદ અને અંડવાદ
૩૯
ભાવાર્થ-કેટલાએક શ્રમણ બ્રાહ્મણો કહે છે કે ઈડામાંથી આ જગત બનેલું છે. બ્રહ્માએ મહાભૂતાદિ તો રચ્યાં. વસ્તુસ્થિતિ ન સમજનારા એ મિથ્યા બોલે છે.
વિવેચન–ઈશ્વરવાદીઓના નિરાકાર, આત્મવિશેષ રૂ૫ ઈશ્વરમાં ઈચ્છા સંકલ્પ કેવી રીતે હોઈ શકે ? એ શંકા ઉભી રહે છે. સાંખ્યની પ્રકૃતિમાં પુરૂષનું સાંનિધ્ય સૃષ્ટિનું કારણ મનાયું છે, પણ પુરૂષનું સાંનિધ્ય તે હમેશાં જ રહે છે તે હમેશાં સૃષ્ટિ બનતી રહેશે. તેમાં પ્રલયને સંભવ શી રીતે હોઈ શકે? એ શંકા પ્રકૃતિવાદમાં પણ રહે છે. બ્રહ્મવાદીઓના નિર્ગુણ-નિરાકાર બ્રહ્મમાં વિકાર કેવી રીતે આવી શકે ? એ શંકા પણ ઉભી છે. આ બધી શંકાઓના સમાધાન કરવા માટે એક સગુણ, સાકાર ઈશ્વરની કલ્પના કરવામાં આવે છે જેનું નામ સ્વયંભૂ. “ર અવતતિ મૂઃ ” જે પોતાની મેળે ઉત્પન્ન થાય છે. અર્થાત્ કર્મના યોગથી નહિ પણ, પિતાની ઈચ્છાથી જે વિશિષ્ટ આત્મા શરીર ધારણ કરે છે તે સ્વયંભૂ ટીકાકાર આને વિષ્ણુ અથવા અન્ય નામથી કહે છે. પણ આટલેથી તેને પરિષ્કાર થઈ શકતું નથી, કારણકે સ્વયંભૂ શબ્દની પાછળ લાંબી પ્રક્રિયા છે. શરીરધારી સૃષ્ટિકર્તા તરીકે સૌથી પ્રથમ સ્વયંભૂ ભગવાન ઉપસ્થિત થાય છે. અહિથી અવતારવાદની શરૂઆત થાય છે. વૈષ્ણવ આને વિષ્ણુ કહે છે, ત્યારે શવો આને શિવ નામથી ઓળખે છે. સુષ્ટિવાદીઓ આને બ્રહ્મા કહે છે. બૌદ્ધધર્મી અમરસિંહે અમરકોષમાં–
ब्रह्मात्मभूः सुरज्येष्ठः परमेष्ठी पितामहः । हिरण्यगर्भो लोकेशः स्वयंभूश्चतुराननः ।। अम० १।१६
બ્રહ્માનું નામ સ્વયંભૂ બતાવ્યું છે. સૃષ્ટિકર્તા તરીકે વધારે પ્રસિદ્ધ બ્રહ્મા છે. વિષ્ણુ પાલક અને શિવ સંહારક તરીકે પુરાણમાં વર્ણવેલ છે. ખરી રીતે તે ત્રિમૂર્તિરૂપ આ સ્વયંભૂ છે. ત્રિગુણાત્મક પ્રકૃતિરૂપ આનું શરીર છે, રજોગુણપ્રધાન બ્રહ્માને ઉદ્ભવ આમાંથી