________________
४०
સુષ્ટિવાદ અને ઈશ્વર
થાય છે. તેવી જ રીતે સત્ત્વગુણ પ્રધાન વિષ્ણુ અને તમે ગુણપ્રધાન શિવને પણ ઉત્પાદક એજ છે. એટલા માટે એ પિતામહ પણ કહેવાય છે. આ અવતારવાદનું પ્રયોજન ગીતામાં દર્શાવવામાં આવ્યું છે. જુઓ –
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ।
અર્થ–હે ભારત ! જગતમાં જ્યારે અન્યાય, અનીતિ, દુષ્ટતા , અંધાધુંધી વધી જતાં સાધુઓને કષ્ટ થવા લાગે છે અને દુષ્ટોનો મહિમા વધી જાય છે ત્યારે સાધુઓનું રક્ષણ કરવા માટે, દુષ્ટોને વિનાશ કરવા માટે તથા ધર્મની વ્યવસ્થા કરવા માટે યુગયુગમાં હું અવતાર ધારણ કરું છું, અર્થાત–આત્મસૃષ્ટિ નામ આત્માને શરીર સાથે સંબંધ જોડી જગતમાં ઉપસ્થિત થઉં છું.
આ અવતારધારણ સૃષ્ટિની વચ્ચે છે. સૃષ્ટિની આદિમાં તે તેવું કશું પ્રયોજન હોતું નથી. ફકત રાત્રિ પુરી થતાં પ્રલયકાલ પુરે થાય છે અને સૃષ્ટિનો પ્રારંભકાલ આવે છે; એટલે નીચે બતાવેલ મનુસ્મૃતિના કાનુસાર સૃષ્ટિને આરંભ થાય છે.
ततः स्वयंभूर्भगवानव्यक्तो व्यञ्जयन्निदम् । મદભૂતાદિવૃત્તના પ્રાદુનારત્તમોગુડા (મજુરાદ)
અર્થ—-અવ્યક્ત=બાહ્ય ઇન્દ્રિય અગોચર, કેવલ ગાભ્યાસીએને જાણવાગ્ય અને સૃષ્ટિરચનામાં અપ્રતિહત સામર્થ્યવાળા સ્વયંભૂ ભગવાન આકાશાદિ મહાભૂત અને મહત્તત્ત્વાદિ કે જે સૂક્ષ્મરૂપે હતા તેને સ્થૂળરૂપે પ્રકાશમાન કરતા અને પ્રલયાવસ્થાને નાશ કરતા ત્યાં પ્રકૃતિને પ્રેરતા પ્રગટ થયા. (૬)