________________
વૈદિક સૃષ્ટિ–ચદચ્છાવાદ
૩૭
એટલું સિદ્ધ થાય છે કે આજીવિક (ગોશાલક ) મતનો નિયતિવાદ મુખ્ય સિદ્ધાંત હતો.
વૈદિક સૃષ્ટિ–ચદચ્છાવાદ.
યદચ્છા એટલે અકસ્માત-કાર્યને કોઈ કારણની કે નિમિત્તની જરૂર નથી. વગરનિમિત્તે દરેક કાર્ય અચિંત્યું થાય છે. કાંટામાં જે તીર્ણતા આવે છે તેનું કંઈ પણ કારણ નથી. ઉપાયથી માણસને બચાવ થતો હોય તે સાધનસંપન્ન માણસ દુઃખી થાય જ નહિ, રાજા મહારાજા ભરેજ નહિ. પણ તેમ થતું નથી. કહ્યું છે કે “સરક્ષિત તિકૃતિ देवरक्षित, सुरक्षितं दैवहतं विनश्यति,” “दैवी विचित्रा ત્તિ ” દૈવવાદ યા કુદરતવાદને પણ આમાં સમાવેશ થઇ શકે છે. ખરી રીતે તે અકારણવાદ યા અનિમિત્તતાવાદનું અપર નામ યદચ્છાવાદ છે. અનિમિત્તતાવાદને ઉલ્લેખ ન્યાયદર્શનના ચેથા અધ્યાયના પ્રથમ આહ્નિકમાં છે. જુઓ: अनिमित्ततो भावोत्पत्तिः-कण्टकतैक्ष्ण्यादिदर्शनात् ।
(છા૨ા ૨૨ ) અર્થ–શરીરાદિ ભાવની ઉત્પત્તિ નિમિત્ત વિના ઉપાદાન માત્રથી થાય છે, કાંટામાં તીણતા દેખાવાથી. મહાભારતમાં ઉક્ત વાદનો ખાસ યદચ્છાવાદના નામથી જ ઉલ્લેખ થયેલ છે.
पुरुषस्य हि दृष्ट्वेमामुत्पत्तिमनिमित्ततः। यदृच्छया विनाशं च शोकहर्षावनर्थकौ ॥
(મા ફાંs v૦ રૂરૂ રરૂ) અર્થ–માણસની ઉત્પત્તિ અને વિનાશ નિમિત્ત વિના અકસ્માત થતા જોઈને શોક કે હર્ષ કરવો નિરર્થક છે.