________________
૩૬.
સૃષ્ટિવાદ અને ઈશ્વર અર્થ-કઈ એમ સમજે છે કે અમુકે અમુકને વધ કર્યો, તથા કઈ એમ માને છે કે અમુક અમુકનો વધ કર્યો નથી. ખરી રીતે તે પ્રાણીઓનાં જન્મ અને મરણ સ્વભાવથી નિયત થયેલાં છે.
નિયતિવાદ નિયતિવાદ ગોશાલકે અપનાવ્યો હતો. તેણે નિયતિવાદના સિદ્ધાંત ઉપર આજીવિક પંથ ચલાવ્યો હતો. પુરૂષાર્થને પ્રતિપક્ષી નિયતિવાદ છે. સૂયગડાંગસૂત્રમાં તેનો ઉલ્લેખ છે. જુઓઃ
न तं सयं कडं दुक्खं कओ अन्नकडं च णं । सुहं वा जइ वा दुक्खं सेहियं वा असेहियं ॥ सयं कडं न अन्नेहिं वेदयंति पुढो जिया। संगइयं तहा तेर्सि इहमेगेसिमाहियं ॥
( સૂ૦ ૨૨ા૨ા ૨-૩) અર્થ–સુખ અને દુઃખ પોતાના પુરૂષાર્થથી નિષ્પન્ન થયેલાં નથી, તે અન્યકૃત તે ક્યાંથી હોય ? સૈદિક (સિદ્ધિ સંબંધી) અસૈદિક સુખદુઃખ જેવો પિતાના પુરૂષાર્થથી કરેલ વેદતા નથી, તેમ બીજાના પુરૂષાર્થથી કરેલ પણ વેદતા નથી; કિન્તુ સાંગતિક અર્થાત નિયતિપ્રાપ્ત વેદે છે, એમ કેટલાએકનું કહેવું છે. નિયતિ શબ્દનો સ્પષ્ટ અર્થ બતાવનાર નીચેનો શ્લોક છે ?
प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः, सोवश्यं भवति नृणां शुभोऽशुभो वा । भूतानां महति कृतेपि हि प्रयत्ने, માથે મવતિ ન માવિનોદિત નારાઃ
| (સૂચ૦ ર૦) ઉપાસકદશાના સાતમાં અધ્યયનમાં ગોશાલકને ઉપાસક સકદાલપુર કુંભાર કે જે પાછળથી મહાવીરસ્વામીને શ્રાવક બન્યો હતો, તેની સાથે મહાવીર સ્વામીને જે વાર્તાલાપ થયો હતો, તે ઉપરથી