________________
વૈદિક સુષ્ટિ-કાલવાદ
૩૩
શકે. તે તે કાર્યના ઉપાદાનથી જ તે તે કાર્ય થાય છે. શાલિમાંથી ઘઉં અને ઘઉંમાંથી શાલિ ઉત્પન્ન ન થાય. તેલ તિલમાંથીજ ઉત્પન્ન થાય પણ વેળમાંથી ઉત્પન્ન ન થાય. શક્તિમાન કારણ પણ શક્ય કાર્યને જ ઉત્પન્ન કરે છે, અશક્ય તે નહિ. કારણની મેજુદગીમાં જ કાર્ય ઉત્પન્ન થાય છે. પ્રકૃતિ પાંચ હેતુઓથી જણાય છે કે કારણમાં કાર્ય સદા વિદ્યમાન રહે છે.
મહદાદિનું કારણ શું પ્રકૃતિ જ છે? भेदानां परिमाणात् , समन्वयात् शक्तितः प्रवृत्तेश्च ॥ कारणकार्यविभागा-दविभागाद्वैश्वरूप्यस्य ॥
(તાં. ૦ ૨૧) અર્થ–બુદ્ધિ અહંકાર આદિ ભેદનું પરિમાણ દેખાય છે. જેમકે એક બુદ્ધિ, એક અહંકાર, પાંચ ઈન્દ્રિયો ઇત્યાદિ. એમને પ્રકૃતિ સાથે સમન્વય છે. જેમ ઘટ, શરાવલા આદિને માટીમાં સમન્વય છે. શક્તિના સભાવમાંજ કારણુ કાર્યની ઉત્પત્તિ માટે વ્યાપાર કરે છે. મહદાદિક ઉત્પન્ન કરવાની શક્તિ પ્રકૃતિમાંજ મલે છે. જેમ ઘટની માટીમાં. કાર્ય કારણ વિભાગ પ્રતીત થાય છે જેમ મહદાદિ કાર્ય, પ્રકૃતિ કારણ. પ્રલયકાલમાં ત્રણે લોકોનો પ્રકૃતિમાં અવિભાગ–અભેદ થઈ જાય છે. ઉક્ત પાંચ હેતુઓથી બુદ્ધિ આદિનું કારણ પ્રકૃતિ જ છે, અન્ય કેઈ નથી, એ વાત સિદ્ધ થાય છે.
વિદિક સૃષ્ટિ–કાલવાદ
કાલ, સ્વભાવ, યદચ્છા, નિયતિ. “પદારમાં આદિ શબ્દથી કાલ, સ્વભાવ, યદચ્છા અને નિયતિ એ ચારનું ગ્રહણ કરેલ છે. ઈશ્વરવાદની સાથે સાથે કાલવાદ સ્વભાવવાદ યદચ્છાવાદ અને નિયતિવાદ પણ પ્રગટ થઈ ચુક્યા