________________
૩૨
સૃષ્ટિવાદ અને ઈશ્વર
સત્ત્વ રજ અને તમ એ ત્રણ ગુણ છે. તેમ વ્યક્તમાં પણ એજ ત્રણ ગુણ છે. માટે એક બીજાથી પૃથગભૂત નથી. બન્ને પુરૂષના વિષયભોગ્ય છે. પુરૂષને બન્ને સમાનરૂપ છે. બન્ને અચેતન છે. બન્ને પ્રસવધર્મી છે, અર્થાત પ્રકૃતિ બુદ્ધિને ઉત્પન્ન કરે છે, બુદ્ધિ અહંકારને અને અહંકાર ઇકિયાદિકને ઉત્પન્ન કરે છે. એટલા માટે બન્નેનું એક સરખું સ્વરૂપ છે. પુરૂષ એથી વિપરીત છે માટે ભિન્ન છે.
એક સ્વરૂપ છે તો અલગ અલગ કેમ માન્યા? हेतुमदनित्यमव्यापि, सक्रियमनेकमाश्रितं लिङ्गम् । सावयवं परतन्त्रं, व्यक्तं विपरीतमव्यक्तम् ॥
| (વાં. તા. ૨૦). અર્થ–બુદ્ધિ આદિ વ્યકત હેતુમત-કારણુજન્ય છે, અનિત્ય છે, અવ્યાપક છે, ક્રિયા સહિત છે, અનેક છે, પ્રકૃતિને આશ્રિત છે, પ્રલયકાલમાં પોતપોતાના કારણમાં લય પામનાર છે, શબ્દ રૂપ રસાદિ અવયવો સહિત અને કારણને આધીન પરતંત્ર છે; જ્યારે અવ્યક્ત પ્રકૃતિ તેથી વિપરીત છે અર્થાત અજન્ય, નિત્ય, વ્યાપક, નિષ્ક્રિય. એકરૂપ, અનાશ્રિત, કારણમાં લય ન પામનાર, નિરવયવ અને સ્વતંત્ર છે; માટે વ્યકત અવ્યક્તને અલગ અલગ માનવામાં આવ્યા છે.
સત્કાર્યવાદ. असदकरणादुपादानग्रहणात् सर्वसम्भवाभावात् । शक्तस्य शक्यकरणात् । कारणभावाच्च सत्कार्यम् ॥
(સાંs Is ૧) અર્થ–સાંખ્ય મતે કાર્ય સદા સત્ છે. કાર્ય નવું ઉત્પન્ન થતું નથી પણ કારણમાં સદા વિદ્યમાન છે. કેઈ વખતે આવિર્ભાવ રૂપે અને કઈ વખતે તિભાવ રૂપે–બાહ્ય નિમિત્તને યોગે આવિર્ભાવઅભિવ્યક્તિ અને તિભાવ–લય થાય છે. જે કાર્યની સત્તા હમેશ ન માનીયે તે અસત આકાશપુષ્પની પેઠે કદિ પણ કાર્ય ઉત્પન્ન નહિ થઈ