________________
વૈદિક સૃષ્ટિ-પ્રકૃતિવાદ प्रकृतिं पुरुषं चैव विद्ध्यनादी उभावपि विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान् ॥ कार्यकरणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते पुरूषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते ॥
( . ૧રૂ૧૨–૨૦ ) અર્થ–પ્રકૃતિ અને પુરૂષ એ બન્નેને અનાદિ જાણ. વિકારો અને ગુણને પ્રકૃતિથી ઉત્પન્ન થતા જાણ. કાર્ય-દેહ, કરણ–ઈન્દ્રિયોના કર્તાપણામાં પ્રકૃતિ કારણ કહેવાય છે. સુખદુઃખના ભોગવવામાં પુરૂષ હેતુ કહેવાય છે. અર્થાત-કર્દી પ્રકૃતિ અને ભક્તા પુરૂષ છે.
સૃષ્ટિકમ. પ્રકૃતિમાંથી સૃષ્ટિને આરંભ થાય છે ત્યારે કેવા ક્રમથી સર્જન થાય તે બતાવવામાં આવે છે.
प्रकृतेर्महांस्ततोऽहङ्कारस्तस्माद् गणश्च षोडशकः। तस्मादपि षोडशकात् पश्चभ्यः पञ्च भूतानि ॥
| (સાં. વ. ૨૨) અર્થ–પ્રકૃતિમાંથી મહાન–બુદ્ધિ, તેમાંથી અહંકાર, અહંકારમાંથી પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન અને પાંચ તન્માત્રા એમ સોળનો ગણ ઉત્પન્ન થાય છે. પાંચ તન્માત્રામાંથી પૃથ્વી આદિ ભૂત ઉત્પન્ન થાય છે. એવી રીતે પ્રલયકાળ આવે છે ત્યારે વિપરીત ક્રમથી વીશે તને પ્રકૃતિમાં લય થાય છે.
કારણ કાર્યને અભેદ, त्रिगुणमविवेकि विषयः, सामान्यमचेतनं प्रसवधर्मि । व्यक्तं तथा प्रधानं, तद्विपरीतस्तथा च पुमान् ॥
અર્થ–પ્રકૃતિ–પ્રધાન અવ્યક્ત અને મહાદાદિ કાર્ય વ્યકત કહેવાય છે. તે બંને સમાનધર્મી હોવાથી અભિન્ન છે કેમકે અવ્યક્તમાં