________________
૩૦
સુષ્ટિવાદ અને ઈશ્વર
વખતે તેનું સ્વરૂપ અવ્યક્ત તમ રૂપ છે. સુષ્ટિકાળમાં ગુણવૈષમ્ય થતાં પ્રકૃતિ વ્યક્ત રૂપ થાય છે, ત્યારે પ્રધાન શબ્દ વધારે સાર્થક બને છે. સૂયગડાંગ સૂત્રમાં પ્રકૃતિ અર્થવળા પ્રધાન શબ્દનો ઉપયોગ કર્યો છે. પણ તણાવજે. “પા” એ પ્રધાન શબ્દનું પ્રાકૃત રૂપ છે. વેદાંતીઓએ જે કૃતિ બ્રહ્મને લાગુ પાડી છે, તે સર્વ કૃતિઓ સાંખ્યશાસ્ત્ર પ્રકૃતિને લાગુ પાડી છે. તેમણે બ્રહ્મને જગત નું ઉપાદાન કારણ માન્યું, આપણે પ્રકૃતિને ઉપાદાન કારણ માની. વેદાંતી
એ જગતને બ્રહ્મના વિવર્ત રૂપે માન્યું. વિવર્ત એટલે વસ્તુ નહિ પણ વસ્તુને આભાસ-અધ્યાસ માત્ર છે. જ્યારે સાંખે પ્રકૃતિના પરિણામરૂપે જગત માન્યું. પ્રકૃતિના બે પ્રકારનાં પરિણામ છેઃ સ્વરૂપ પરિણામ અને વિરૂપ પરિણામ. પ્રલયકાળમાં સ્વરૂપ પરિણામ, બ્રહ્મવાદીઓની પિઠે જગત મિથ્યા નહિ પણ સત્યરૂ૫ છે. સાંખ્યને સત્કાર્યવાદ છે, એટલે કારણમાં જે ગુણ હોય તે કાર્યમાં પ્રગટ થાય છે. કણાદને અનંત પરમાણુઓ સૃષ્ટિના મૂલરૂપ માનવા પડે છે. જ્યારે સાંખ્ય પરમાણુથી આગળ જઈને એક પ્રકૃતિને જ જગતને ઉપાદાન તરીકે માની સૃષ્ટિ નિર્વાહ કરે છે. સાંખ્યદર્શને પચ્ચીસ ત માને છે તે આ પ્રમાણે
मूलप्रकृतिरविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयः सप्त । षोडशकस्तु विकारो न प्रकृतिर्न विकृतिः पुरुषः ॥
| ( નાં ૦ રૂ) અર્થ—(૧) વિકૃતિ રહિત મૂલ પ્રકૃતિ, (૨) મહત્તત્ત્વ બુદ્ધિ, (૩) અહંકાર, (૪-૮) પાંચ તન્માત્રા. (મહદાદિ સાત પ્રકૃતિ વિકૃતિ ઉભય રૂપ છે.) પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને પાંચ મહાભૂત અને મન એ સેળ કેવળ વિકૃતિરૂપ છે. પચીસ પુરૂષ કે જે પ્રકૃતિરૂ૫ નથી તેમ વિકૃતિ રૂપ પણ નથી.
એ પચ્ચીસ તોમાં આદિ અને અત્ય-એ બે તો અનાદિ અને અનન્ત છે. તે ઉત્પન્ન થયા નથી અને નષ્ટ થવાના નથી. જુઓ: