________________
વૈશ્વિક સૃષ્ટિ-પ્રકૃતિવાદ
અર્થ—એકેક પુરૂષ–આત્મા, લેાહિત–રજોગુણ, શુકલ–સત્ત્વગુણ અને કૃષ્ણ—તમેગુણમય, અજા—સ્વયં ઉત્પન્ન ન થતી, વિકારરહિત, અનેક—અસંખ્ય પ્રજા–પદાર્થાને ઉત્પન્ન કરતી પ્રકૃતિને સેવતા તેમાં મગ્ન રહે છે; જ્યારે ખીજો પુરૂષ-આત્મા ભાગવાયેલી પ્રકૃતિને છેડીને અલગ થાય છે. પહેલેા સંસારી આત્મા અને બીજો મુક્ત આત્મા સમજવા.
૨૯
પુરાણકારાએ તે આ પ્રકૃતિને દેવીનું રૂપ આપી દીધું છે. प्रकृष्टवाचकः प्रश्च कृतिश्च सृष्टिवाचकः । सृष्टौ प्रकृष्टा या देवी प्रकृतिः सा प्रकीर्तिता ॥ गुणे प्रकृष्टे सत्वे च प्रशब्दो वर्तते श्रुतौ । मध्यमे कृश्च रजसि तिशब्दस्तमसि स्मृतः ॥ त्रिगुणात्मस्वरूपा या सर्वशक्तिसमन्विता । प्रधाना सृष्टिकरणे प्रकृतिस्तेन कथ्यते ॥ (શ્રાવઐ૦૨। –૬–૭ )
અર્જુ—પ્રકૃતિ શબ્દમાં પ્ર શબ્દ પ્રકૃષ્ટ અને। વાચક છે તથા કૃતિ શબ્દ સૃષ્ટિવાચક છે. અર્થાત-સૃષ્ટિ રચવામાં જે પ્રકૃષ્ટ દેવી તે પ્રકૃતિ કહેવામાં આવે છે. શ્રુતિમાં પ્રકૃષ્ટ સત્ત્વ ગુણમાં પ્ર શબ્દ વર્તે છે. મધ્યમ રજોગુણમાં ! શબ્દ વર્તે છે, અને તિ શબ્દને અર્થ તામસગુણુ. સત્ત્વ, રજો અને તમેા ગુણ મળી ત્રિગુણાત્મક પ્રકૃતિરૂપ અર્થ ત્રણે અક્ષરાના મળવાથી બનેલ પ્રકૃતિ શબ્દ બતાવે છે. ત્રિગુણાત્મક સ્વરૂપ છે જેનું, સર્વ પ્રકારની શક્તિઓથી યુક્ત સૃષ્ટિ રચવામાં જે પ્રધાન–મુખ્ય કારણ છે, તે પ્રકૃતિ કહેવાય છે. પ્રકૃતિના પર્યાયા.
પ્રકૃતિ, પ્રધાન, અવ્યક્ત, જગદ્ યાનિ, જગન્ ખીજ આદિ અનેક પર્યાયેા છે. તે અનાદિ અનંત છે. પ્રલયકાળમાં ત્રણે ગુણેની સામ્યાવસ્થા રહે છે માટે પ્રલયકાળમાં પ્રકૃતિ શબ્દ સાક છે. તે