________________
૨૮
સુષ્ટિવાદ અને ઈશ્વર
બ્રહ્મવાદ પછી ઈશ્વરવાદ પ્રગટ થવાથી બંનેને પૌર્વાપર્ય સ્પષ્ટ થતો હોવાથી “ચંમઉત્ત” પછી “ જે રે ઢ ” અર્થાત આ લોક ઈશ્વરકૃત છે, એમ ઈશ્વરવાદીનું કહેવું છે. તે કહે છે કેઃ
ईश एवाहमत्यर्थ न च मामीशते परः। ददामि च सदैवैश्वर्य-मीश्वरस्तेन कीर्त्यते ॥
( પુરાણ ) અહું બધાના ઉપર અત્યન્ત સામર્થ્ય ભોગવું છું. મારા ઉપર કોઈનું સામર્થ્ય રહી શકતું નથી. હું અણિમા આદિ ઐશ્વર્ય બીજાને આપી શકું છું માટે હું ઈશ્વર કહેવાઉં છું.
વૈદિક સૃષ્ટિ-પ્રકૃતિવાદ.
દેવ, બ્રહ્મ અને ઈશ્વર એ ત્રણે ચેતનરૂપ યા આત્મારૂપ હોવાથી એક પક્ષી–ચેતનપક્ષી છે. સૃષ્ટિજગત ચેતન અચેતન ઉભયતત્વથી મિશ્રિત છે. તેથી આંહિ એક મોટી શંકા ઉત્પન્ન થાય છે કે ચેતન બ્રહ્મમાંથી અચેતન–શરીર અને પરમાણુ આદિ શી રીતે ઉત્પન્ન થઈ શકે ? સાંખ્યદર્શન આને સીધો જવાબ આપે છે કે અચેતન ઉપાદાનથી જ અચેતન જગત ઉત્પન્ન થવું જોઈએ. બ્રહ્મ ચેતન છે જ્યારે પ્રકૃતિ અચેતન છે. બ્રહ્મ નિર્ગુણ છે જ્યારે પ્રકૃતિ સગુણ એટલે સત્ત્વ રજ અને તમે ગુણમય છે. જગમાં પણ ત્રણે ગુણ દેખાય છે. તો નિર્ગુણ બ્રહ્મમાંથી ત્રિગુણાત્મક જગતનો આવિર્ભાવ થો અસંભવિત છે. પ્રકૃતિમાંથી તે અસંભવિત નથી? પ્રકૃતિ પરિણમશીલ છે. ત્રણે ગુણની સામાવસ્થા તે પ્રકૃતિ છે અને વિષભાવસ્થા તે વિકૃતિ છે. તે આગળ પ્રમાણસિદ્ધ છે. જુઓ : अजामेकां लोहितशुक्लकृष्णां बह्वीः प्रजाः सृजमानां सरूपाम् । अजो ह्येको जुषमाणोऽनुशेते जहात्येनां भुक्तभोगामजोऽन्यः॥
(શ્વેતાશ્વ શાકા):